Custard Apple Cultivation: સીતાફળની ખેતીમાં છે ઘણા ફાયદા, ખેડૂતો તેની ખેતીથી થઈ શકે છે માલામાલ

સીતાફળ (Custard apple)એક ઔષધીય વનસ્પતિ છે. તેની ખેતી કરીને ખેડૂતો સારો નફો મેળવી શકે છે. સીતાફળની ખેતી (Custard apple)ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. દેશના ઘણા ભાગોના ખેડૂતો તેની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે.

Custard Apple Cultivation: સીતાફળની ખેતીમાં છે ઘણા ફાયદા, ખેડૂતો તેની ખેતીથી થઈ શકે છે માલામાલ
Custard Apple Cultivation
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jul 23, 2022 | 12:12 PM

સીતાફળનું મૂળ વતન અમેરિકા માનવામાં આવે છે. ભારતનાં પ્રાચીન સાહિત્યમાં પણ સીતાફળનાં પ્રમાણો જોવા મળે છે. પુરાણી શિલ્પ કળાઓ તથા ચિત્રોમાં સીતાફળ દર્શાવાયેલા જોવા મળે છે. આ પાકનું વાનસ્પતિક નામ એનોના સ્કવામોસા ( Annona squamosa)છે. તે એનોનેસી ( Annonaceae) કુળની વનસ્પતિ છે. તેના પાન તથા કુણી ડાળીઓમાં એનાનોઈન નામનું કડવું રસાયણ હોય છે, જેના કારણે પશુઓ તેને ખાતા નથી. હવે ભારતીય ખેડૂતો પહેલા કરતા વધુ જાગૃત છે. તેઓ સમજવા લાગ્યા છે કે પાકની ખેતી કરીને તેઓ સારો નફો મેળવી શકે છે. સીતાફળની ખેતી (Custard apple)ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. દેશના ઘણા ભાગોના ખેડૂતો તેની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે.

તેના છોડમાં રોગ લાગતો નથી

સીતાફળ એક ઔષધીય વનસ્પતિ છે. હૃદય સંબંધિત રોગોમાં, ડૉક્ટરો તેના પાંદડા ખાવાની ભલામણ કરે છે. ઝાડા જેવા રોગોમાં તેનું સેવન ફાયદાકારક છે. તેના છોડને વધુ કાળજીની જરૂર હોતી નથી. તેના ઔષધીય ગુણોને કારણે પ્રાણીઓ તેના છોડ ખાવાનું પસંદ કરતા નથી. આ સિવાય તેના પર હાનિકારક જંતુઓ અને રોગો પણ જોવા મળતા નથી. સાથે જ તેના બીજમાંથી તેલ અને સાબુ પણ બનાવવામાં આવે છે.

તેની ખેતી ગમે ત્યાં કરી શકાય છે

સીતાફળના છોડની ખેતી કોઈપણ પ્રકારની જમીન પર કરી શકાય છે. જો કે, સારી ડ્રેનેજવાળી ચીકણી માટી તેની વૃદ્ધિ અને ઉપજ વધારી શકે છે. નબળી અને પથરાળ જમીન પર પણ તેની સારી રીતે ખેતી કરી શકાય છે. જમીનનું pH મૂલ્ય 5.5 થી 6.5 ની વચ્ચે સારું માનવામાં આવે છે.

ક્યારે ખેતી કરવી

સીતાફળના છોડની ખેતી માટે ચોમાસાના મહિના એટલે કે જુલાઈ અને ઓગસ્ટ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જણાવી દઈએ કે તેના બીજને અંકુરણ થવામાં ઘણો સમય લાગે છે. તેથી, વાવણી પહેલાં, તેને 3-4 દિવસ માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે. આમ કરવાથી તે ઝડપથી અંકુરિત થાય છે. જો આ સમયગાળા દરમિયાન વરસાદ ન પડતો હોય, તો ખેતરમાં 3-4 દિવસ પિયત આપ્યા પછી જ વાવણી કરવી.

નફો કેટલો છે

છોડ રોપ્યાના બે થી ત્રણ વર્ષ પછી સીતાફળના ઝાડ ફળ આપવા લાગે છે. જ્યારે તેઓ સંપૂર્ણ પાકેલા અને સખત હોય ત્યારે જ તેમના ફળોની લણણી કરવામાં આવે છે. તેના એક વિકસિત છોડમાંથી 100 થી વધુ ફળો મળવા લાગે છે. બજારમાં આ ફળો લગભગ 40 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે, જો તમારી પાસે એક એકરમાં 500 છોડ હોય તો તમે સરળતાથી ત્રણથી ચાર લાખ સુધીની કમાણી કરી શકો છો.

સીતાફળના ઉપયોગો

  • સામાન્ય રીતે આ પાકના તાજા ફળોનો ખાવામાં ઉપયોગ થાય છે.
  • આઈસ્ક્રીમ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.
  • તેના પાંદડા ટેનીન તેમજ બ્લ્યુ અને કાળા કલરનો રંગ બનાવવામાં ઉપયોગી છે.
  • સીતાફળના પાંદડાનો ઉકાળો, કૃમિ તેમજ પાંદડામાંથી બનાવેલ પેસ્ટ ચાંદા મટાડવામાં કામ લાગે છે.
  • કાચા ફળોમાં પણ ટેનીનની માત્રા હોય છે જેની સુકવણી કરી પાવડર બનાવવામાં આવે છે. જે અતિસાર અને મરડો મટાડવામાં કામ લાગે છે.
  • સીતાફળની ડાળીઓની છાલનો ઉકાળો પણ ટોનીક તરીકે તેમજ મરડો મટાડવા માટે ઉપયોગી છે.
  • પાંદડા, છાલ અને લીલા ફળનો ઉકાળો પણ બનાવવામાં આવે છે.