હાપુડના ફૂલોથી મહેકશે શ્રી રામ નગરી અયોધ્યા, આ ખેડૂતને મળ્યો 10 ટન ફૂલોનો ઓર્ડર

|

Jan 21, 2024 | 3:55 PM

તેગ સિંહ ગુલાબની ચારથી પાંચ જાતની ખેતી કરે છે જેમાં લાલ, પીળો, ગુલાબી અને અન્ય ગુલાબનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, અયોધ્યા રામ મંદિરથી 10 ટન ફૂલોનો ઓર્ડર મળ્યો છે. તે ખૂબ ખુશ છે કારણ કે, તેમના દ્વારા તૈયાર કરાયેલા ફૂલોથી અયોધ્યાના રામ મંદિરમાં શણગાર થશે.

હાપુડના ફૂલોથી મહેકશે શ્રી રામ નગરી અયોધ્યા, આ ખેડૂતને મળ્યો 10 ટન ફૂલોનો ઓર્ડર
Flowers Farming

Follow us on

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સાથે જ મંદિરને રંગબેરંગી રોશની અને જુદા-જુદા ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. ઉદ્ઘાટનના દિવસે અયોધ્યા હાપુડના ફૂલોથી મહેકશે. મંદિરને શણગારવા માટે હાપુડના ફૂલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાપુડના સિંભોલી વિસ્તારના તિગરી ગામમાં રહેતા ખેડૂત તેગ સિંહને વિવિધ જાતોના અંદાજે 10 ટન ફૂલોનો ઓર્ડર મળ્યો છે.

છેલ્લા 35 વર્ષથી કરી રહ્યા છે ફૂલોની ખેતી

ઓર્ડર મળ્યા બાદ તેગ સિંહે કહ્યું કે, રામ લલ્લા અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને દરેક ભક્તનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. તેથી ફૂલોનો ઓર્ડર મળવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેગ સિંહે જણાવ્યું કે હાપુડના ફૂલો સમગ્ર દુનિયામાં ફેમસ છે. તે છેલ્લા 35 વર્ષથી ફૂલોની ખેતી કરી રહ્યા છે. તેમની પાસે ફૂલોની એક ડઝનથી વધારે વેરાઈટી છે.

અયોધ્યા રામ મંદિરથી 10 ટન ફૂલોનો ઓર્ડર મળ્યો

તેગ સિંહ ગુલાબની ચારથી પાંચ જાતની ખેતી કરે છે જેમાં લાલ, પીળો, ગુલાબી અને અન્ય ગુલાબનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, અયોધ્યા રામ મંદિરથી 10 ટન ફૂલોનો ઓર્ડર મળ્યો છે. તે ખૂબ ખુશ છે કારણ કે, તેમના દ્વારા તૈયાર કરાયેલા ફૂલોથી અયોધ્યાના રામ મંદિરમાં શણગાર થશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફૂલોની વિદેશમાં કરવામાં આવે છે સપ્લાઈ

તેગ સિંહે કૃષિ જાગરણને જણાવ્યું હતું કે, તેમને ઓર્કિડ, પ્રિંઝેથિયમ, વર્ડ ઓફ પેરેડાઈઝ, એન્થોરિયમ વગેરે જેવા ફૂલોના ઓર્ડર મળ્યા છે. આ સિવાય ક્રાયસન્થેમમ, કાનેર અને અન્ય ઘણા પ્રકારના ફૂલોની ટ્રકો દરરોજ અયોધ્યા મોકલવામાં આવી રહી છે. તેમની પાસે લાલ અને ગુલાબી ગુલાબની સૌથી વધારે માગ છે. ઓર્કિડ, એન્થુરિયમ અને વર્ડ ઓફ પેરેડાઈઝ ફૂલોની એવી વેરાઈટી છે જેનું એક વખત વાવેતર કર્યા બાદ લગભગ 20 થી 25 દિવસ સુધી ચાલે છે. અહીંના ફૂલો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોકલવામાં આવે છે.

આ પણ વાંચો : બટાટાના પાકને રોગ અને જીવાતોથી થઈ શકે નુકસાન, ખેડૂતો પાકના રક્ષણ માટે કરો આ કામ

તેગ સિંહના મોટા ભાઈ શ્રદ્ધાનંદે જણાવ્યું કે, રામ મંદિર માટે જે ફૂલોનો ઓર્ડર આવ્યો છે, તેમાં ગુલાબ, ગુલદાવરી, ટ્યુરોઝ, જીપ્સોફિલા, મેરીગોલ્ડ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા દ્વારા મોકલવામાં આવેલા ફૂલોથી રામ મંદિરને શણગારવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article