Saurashtra : ધરતી પુત્રો માટે આવ્યા ખુશખબર, સૌરાષ્ટ્રમાં આ વર્ષે 36 ઈંચ વરસાદની હવામાન વિભાગની આગાહી

|

Jun 13, 2021 | 3:15 PM

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આજથી ચોમાસાની શરૂઆત થશે અને જૂન માસના અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે.

Saurashtra : ધરતી પુત્રો માટે આવ્યા ખુશખબર, સૌરાષ્ટ્રમાં આ વર્ષે 36 ઈંચ વરસાદની હવામાન વિભાગની આગાહી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Saurashtra : હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આજથી ચોમાસાની શરૂઆત થશે અને જૂન માસના (June) અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે, ઉપરાંત આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી  પણ હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવી છે.

સામાન્ય રીતે કેરળમાં નૈઋત્વનાં પવનો (Southwest Winds) વરસાદ લાવે છે અને દેશમાં સૌથી પહેલા ચોમાસાનો પ્રારંભ કેરળથી (Kerala) જ થાય છે. મુંબઈમાં (Mumbai) વરસાદ થયા બાદ હવામાન વિભાગે ગુજરાતનાં ચોમાસા વિશે આગાહી કરી છે.

ચોમાસુ 15 જુનથી શરૂ થાય છે, પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આજથી જ ચોમાસાની (Monsoon) શરૂઆત થશે અને જુન મહિનાનાં અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે. હિન્દ મહાસાગર પરથી જે પવન આવે છે તે ભેજ સાથે હોવાથી તીવ્ર ગતિએ ચોમાસું આગળ વધે છે. ઉપરાંત સામાન્ય રીતે ચોમાસાને લા-નોની અને અલ-નોની પણ અસર કરે છે. જેને કારણે દર વર્ષ ચોમાસું અલગ અલગ જોવા મળે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ વર્ષ સૌરાષ્ટ્રમાં 36 ઈંચ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષ સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઈંચ જેટલો વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic circulation) સર્જાશે જેને કારણે સારો વરસાદ થશે. ઉપરાંત ચોમાસામાં બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક (Effective) સાબિત થશે.

મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્રમાં ખરીફ સિઝનમાં (Kharif Season) કપાસ અને મગફળીનું મહતમ ઉત્પાદન થાય છે. મોટાભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. હાલ, હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, તો ધરતીપૂત્રોને (Farmer) જરુરથી ફાયદો થશે.

Next Article