ખેડૂતો માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જળ સંરક્ષણથી ખેતીની ઉત્પાદકતામાં કરો વધારો

|

Jan 05, 2021 | 4:11 PM

રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યેથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે.

ખેડૂતો માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જળ સંરક્ષણથી ખેતીની ઉત્પાદકતામાં કરો વધારો
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના

Follow us on

‘જળ સંચય અને જળ સિંચન’ દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો આવા ઉદેશ સાથે રજૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના. વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બિનપિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની ગઇ છે. આ સંજોગોમાં અનુભવ સાથે સંરક્ષણાત્મક સિંચાઈ ટેકનોલોજી અપનાવી ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઈનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદકતા મેળવવી અને આવકમાં વધારો કરી ગ્રામીણ વિકાસ હાંસલ કરવો એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાનો મુખ્ય હેતુ છે.

આ પણ વાંચો: પશુપાલન કરતા ખેડૂતોને ચાફ કટરની ખરીદી પર મળશે 50% સરકારી સબસીડી, કરો આ રીતે અરજી

આ યોજના માટે પાત્રતાના ધોરણ આ મુજબ છે. રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યેથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના ફાયદા અને સહાય:
* યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો થાય
* પાણી વપરાશની કાર્યક્ષમતા વધારવી
* પાણી વિતરણ વ્યવસ્થા મજબૂત બનાવવી
* પાણી ઉત્પાદકતા વધે છે તો ખેતી ખર્ચ ઘટે
* રોગ અને જીવાતથી થતું નુકશાન ઘટાડવુ

આ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરા છે. આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની વડોદરા ને ખેતી ને લગતા સાધનિક કાગળોસહીત અરજી કરવાની રહે છે.

Published On - 4:08 pm, Tue, 5 January 21

Next Article