
આ દિવસોમાં દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને સૌથી વધુ દેશના ખેડૂતોને પ્રભાવિત કર્યા છે. જો તમે પણ વરસાદ પછી પાકના નુકસાનનો સામનો કરી રહ્યા છો અથવા વાવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો ગભરાવાની જરૂર નથી. ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ તમને દરેક પરિસ્થિતિમાં મદદ કરશે અને તમને નુકસાનના બદલામાં વળતર મળી શકે છે.
દેશમાં અગાઉ પણ પાક વીમા યોજનાઓ હતી, પરંતુ મોદી સરકારે ખરીફ 2016થી દેશમાં નવી ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ લાગુ કરી છે. જેમાં ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે અનેક વિશિષ્ટ સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ત્યારે વર્તમાન કમોસમી વરસાદની સ્થિતિમાં પણ તમને તેનો લાભ મળી શકે છે.
આ સમયે દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડુંગળી અને અન્ય બાગાયતી પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે. હવે જાણો કે તમે કયા સંજોગોમાં પાક વીમા હેઠળ વળતરનો દાવો કરી શકો છો.
પાક વીમાનો લાભ લેવા માટે, તે શ્રેષ્ઠ છે કે તમે નુકસાનના 72 કલાકની અંદર વીમા કંપની અથવા સ્થાનિક કૃષિ વિભાગની કચેરીને જાણ કરો. આમ કરવાથી, બેંક, વીમા કંપની અને કૃષિ વિભાગ માટે નુકસાનનું મૂલ્યાંકન કરવું સરળ બને છે. તે પછી, તેઓ વળતર પ્રક્રિયા સાથે આગળ વધે છે.
એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ખેતરમાં ઊભેલા પાકને ઓછામાં ઓછું 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો જ વળતર માટે અરજી કરી શકાય. તમે https://pmfby.gov.in/ પર તમારી ભાષામાં આને લગતી વધુ માહિતી મેળવી શકો છો.
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…