PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા

|

Nov 02, 2021 | 12:50 PM

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાને 2016-17 માં પ્રી પાક વીમા યોજનામાં અનેક સુધારા સાથે શરૂ કરી હતી. ખેડૂતોને પુરતો અને સમય પર લાભ મળી રહે તે માટે યોજનાના ઓપરેશનલ માર્ગદર્શિકાને ક્રમશ રવિ 2018 અને ખરીફ 2020 માં સુધારા કરવામાં આવ્યા હતા.

PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા
PMFBY (Symbolic Image)

Follow us on

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના(PMFBY) હેઠળ ગત વર્ષની સરખામણીએ 2020-21 વર્ષ માટે ખેડૂતો(Farmers)ના પાક વીમા દાવામાં ગત વર્ષની તુલનામાં 60 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2020-21 માટે 9,570 કરોડ રૂપિયાના દાવા કરવામાં આવ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર પાકનું કોઈ મોટું નુકસાન જ થયું નથી. જોકે, 2020-21 અને 2019-20 ના પાક વીમા(Crop insurance)માં નોંધવામાં આવેલા મોટાભાગના પાક વીમાના દાવાને સરકારે મંજૂરી આપી દીધી છે. પાક વીમામાં દાવા 2019-20 ના વર્ષ (જુલાઈ-જૂન)માં 27,398 કરોડ રૂપીયા હતા.

PMFBYને 2016-17 માં પ્રી પાક વીમા યોજનામાં અનેક સુધારા સાથે શરૂ કરી હતી. ખેડૂતોને પુરતો અને સમય પર લાભ મળી રહે તે માટે યોજનાના ઓપરેશનલ માર્ગદર્શિકાને ક્રમશ રવિ 2018 અને ખરીફ 2020 માં સુધારા કરવામાં આવ્યા હતા.

ખરીફ સીઝનના સૌથી વધુ દાવા

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આંકડાઓ અનુસાર પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ 612 લાખ ખેડૂતો દ્વારા લગભગ 445 લાખ હેક્ટર કૃષિ જમીનનો વીમો કરવામાં આવ્યો હતો. જેમાં 2020-21 દરમિયાન કુલ વીમા રકમ 1,93,767 કરોડ રૂપિયા હતી. જોકે, નોંધવામાં આવેલા કુલ દાવા 2020-21 માટે 9,570 કરોડ રૂપિયાના હતા. જેમાંથી ખરીફ સીઝનમાં 6,779 કરોડ રૂપિયા જ્યારે રવી સીઝનથી 2,792 કરોડ રૂપિયાના દાવા નોંધવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, “2020-21 માટે 9,570 કરોડ રૂપિયાના દાવા ઘણા ઓછા હતા કારણ કે, ગત વર્ષની જેમ કોઈ મોટુ નુકસાન થયું નથી.”

સરકારે કહ્યું ઓછુ થયું નુકસાન

2020-21 દરમિયાન રાજસ્થાનથી વધુ પાક વીમા દાવા 3,602 કરોડ રૂપિયા મહારાષ્ટ્રમાં 1,232 કરોડ રૂપિયા અને હરિયાણામાં 1,112.8 કરોડ દાવા નોંધાયા છે. પાક વીમા વર્ષ 2019-20 દરમિયાન 613 લાખ ખેડૂતો દ્વારા પીએમએફબીઆઈ હેઠળ કુલ 2,19,226 કરોડ રૂપિયાની રકમ સાથે લગભગ 501 લાખ કરોડ હેક્ટેરનો વીમો કરવામાં આવ્યો હતો.

ખરીફ સીઝનમાં નોંધવામાં આવેલા દાવા 21,496 કરોડ રૂપિયાથી વધુ હતા જ્યારે રવી સીઝનથી પાક વર્ષ 2019-20 માટે 5,902 કરોડ રૂપિયા હતા. 2020-21 દરમિયાન મહારાષ્ટ્રથી વધુ પાક વીમાના દાવા 6,757 કરોડ રૂપિયા મધ્ય પ્રદેશમાં 5,992 કરોડ રૂપિયા અને રાજસ્થાનમાં 4,921 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે, 2019-20 માટે ખેડૂતોએ પાક વીમા દાવામાં લગભગ સમાધાન કરી દીધું છે. 1,200 કરોડ રૂપિયાની બાકી દાવાનું જલ્દી જ સમાધાન કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, 2020-21 માટે ખેડૂતોને લગભગ 6,845 કરોડ રૂપિયાના પાક વીમાના દાવાને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra Farmer Suicide: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માત્ર 30 દિવસમાં 25 ખેડૂતોએ કરી આત્મહત્યા! જાણો કેમ અને શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: Dhanteras 2021: સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ 5 બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ

Published On - 12:44 pm, Tue, 2 November 21

Next Article