PM Kisan Yojana: આ તારીખે આવી શકે છે 11 મો હપ્તો, પરંતુ એ પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ 2 ફેરફાર

|

Feb 22, 2022 | 8:43 AM

PM Kisan Yojana Update: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana Update)માં 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PM Kisan Yojana: આ તારીખે આવી શકે છે 11 મો હપ્તો, પરંતુ એ પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ 2 ફેરફાર
Farmers (File photo)

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana)હેઠળ, ખેડૂતો (Farmers)ને કેન્દ્ર સરકાર તરફથી વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ સરકાર દ્વારા ખેડૂતોને 4-4 મહિનાના અંતરે સીધા તેમના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana Update)માં 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અગાઉ, કોઈ વ્યક્તિ PM કિસાન પોર્ટલ પર જઈને તેના હપ્તાની સ્થિતિ વિશે માહિતી મેળવી શકતા હતા, પરંતુ હવે તમારે PM કિસાન પોર્ટલ પર તમારું સ્ટેટસ જોવા માટે પહેલા તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. આ પછી જ તમે આગળની તમામ વિગતો જોઈ શકશો.

આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ઇ-કેવાયસી(e-Kyc)કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો તમે આ યોજના માટે નોંધણી કરાવી હોય અને ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તમે 11મા હપ્તા (PM Kisan 11th Installment)ના પૈસાથી વંચિત રહી જશો. આવી સ્થિતિમાં ખેડૂતોને વહેલી તકે e-kycની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જણાવી દઈએ કે અત્યાર સુધી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તા સુધીના પૈસા આપવામાં આવ્યા છે. 10મા હપ્તાના નાણાં 1 જાન્યુઆરી, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, અપેક્ષા છે કે આ યોજનાનો 11મો હપ્તો એપ્રિલ મહિનામાં કોઈપણ તારીખે આવી શકે છે.

આ લોકોએ રકમ પરત કરવી પડશે

જો ખેડૂતોએ પીએમ કિસાન યોજના માટે ખોટી માહિતી ભરનારાઓ માટે ખોટા દસ્તાવેજો મૂક્યા છે, તો તેમને નુકસાન સહન કરવું પડશે. ખેડૂતને માત્ર ઝટકો જ નહીં, પરંતુ યોજના હેઠળ આપવામાં આવેલા પૈસા પણ તેમની પાસેથી પરત લેવામાં આવશે. તેમણે આ યોજના હેઠળ લીધેલા પૈસા પરત કરવાના રહેશે. આવી સ્થિતિમાં, જો તમે યોજનાનો લાભ લેવા માટે પાત્ર નથી, તો રકમ માટે ખોટી માહિતી આપીને ભૂલથી પણ નોંધણી કરાવશો નહીં.

આ પણ વાંચો: Tech News: Jio પાથરશે 16 હજાર કિલોમીટર સબમરીન કેબલ, હાઈ ઈન્ટરનેટ સાથે જોડાશે ભારત અને સિંગાપુર

આ પણ વાંચો: Viral: વાદરાનો એનર્જી ડ્રિંક પીવાનો અંદાજ લોકોને ખુબ આવ્યો પસંદ, યુઝર્સે કંઈક આ રીતે આપી પ્રતિક્રિયા

Next Article