PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ

|

Jul 20, 2023 | 11:33 AM

નોડલ ઓફિસર ડીએમ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો યોજના હેઠળ પાત્રતા ધરાવે છે તેઓ હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 14મો હપ્તો આવવામાં હજુ સમય છે. ખેડૂતો pmkisan.gov.in પર જઈને KYC કરાવી શકે છે.

PM Kisan Scheme: 15 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાથી રહી શકે છે વંચિત, જાણો કારણ
PM Kisan Scheme

Follow us on

ખેડૂતોને પીએમ કિસાન (PM Kisan) યોજના અંતર્ગત 14 માં હપ્તાની રકમ આગામી દિવસોમાં જમા કરાવવામાં આવશે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમના ખાતામાં ટૂંક સમયમાં 2000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાની રકમ જુલાઈ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી

આ સાથે જ બિહારના ખેડૂતો માટે આ યોજનાનો લાભ મેળવો મુશ્કેલ બની શકે છે. કારણ કે બિહારના 15 લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજનાના આ વખતના હપ્તાથી વંચિત રહી શકે છે. આ યોજનાનો લાભ ન મળવા પાછળ પણ ખેડૂતો જ જવાબદાર રહેશે. યોજનાની જોગવાઈ મૂજબ ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી. આ ઉપરાંત તેઓએ આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક નથી કર્યું.

15 લાખ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે નહીં

મીડિયા રીપોર્ટ્સ અનુસાર બિહારમાં અંદાજે 9 લાખ ખેડૂતોએ e-KYC કરાવ્યું નથી અને 6 લાખ જેટલા ખેડૂતોના આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયા નથી. તેથી પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર, બિહારમાં લગભગ 15 લાખ ખેડૂતોને 14મા હપ્તાનો લાભ મળશે નહીં. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, યોજનાનો લાભ લેવા માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત છે. આ સાથે જે ખેડૂતોએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓ પણ આ યોજનાના લાભોથી વંચિત રહેશે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

બેંક ખાતા સાથે આધાર લિંક કરાવો

નોડલ ઓફિસર ડીએમ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો યોજના હેઠળ પાત્રતા ધરાવે છે તેઓ હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. 14મો હપ્તો આવવામાં હજુ સમય છે. ખેડૂતો pmkisan.gov.in પર જઈને KYC કરાવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) પર જઈને પણ ઈ-કેવાયસી સાથે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવી શકે છે.

આ પણ વાંચો : Success Story: 3 વીઘામાં ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, ભીંડા અને મરચા વેચીને કરી લાખોની કમાણી

E-KYC કેવી રીતે કરવું

જે ખેડૂતોએ ઓનલાઈન KYC કરવું હોય તો સૌપ્રથમ pmkisan.gov.in પર જાઓ. હોમ પેજની જમણી બાજુએ E-KYC વિકલ્પ દેખાશે. વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો. આ પછી આધાર કાર્ડ સાથે જોડાયેલ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો. છેલ્લે OTP દાખલ કરો અને e-KYCની થઈ જશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article