Orchid flower cultivation: હંમેશા ડિમાન્ડમાં રહેતા આ ફૂલની ખેતીથી ખેડૂતો કરે છે લાખોની કમાણી, જાણો શા માટે આ ફૂલ હોય છે આટલા મોંઘા

|

Oct 28, 2021 | 12:59 PM

આ ખેતી ખૂબ જ મોંઘી છે. એક એકરના પ્લાન્ટેશન કરવામાં લગભગ 60 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આમ તો આ ફુલ પુણે અને બીજા ઠંડા વિસ્તારોમાંથી આવે છે. પરંતુ શોર્ટેજ હોવા પર તેને હોલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. પીક સીઝનમાં તેની કિંમત 500 રૂપિયા ડર્ઝન (12 ફૂલ) સુધી હોય છે.

Orchid flower cultivation: હંમેશા ડિમાન્ડમાં રહેતા આ ફૂલની ખેતીથી ખેડૂતો કરે છે લાખોની કમાણી, જાણો શા માટે આ ફૂલ હોય છે આટલા મોંઘા
Orchid flower cultivation

Follow us on

આ ફૂલ લગ્ન પ્રસંગ અને તહેવારોની સીઝનમાં આખા દેશમાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય છે. જેની ખેતી હવે ભોપાલમાં પણ થઈ રહી છે. ઓર્કિેડ ફૂલની ખેતી(Orchid flower cultivation) કરનાર દેશના થોડાક ખેડૂતો(Farmers)માં જય કુશવાહાનું નામ પણ સામેલ છે. જય કુશવાહા લગભગ 22 એકરમાં ફૂલોની ખેતી કરે છે. જેમાં 1.5 એકરમાં હવે ઓર્કિેડ ફૂલ (Orchid flower)ની ખેતી કરવામાં આવી રહી છે.

જય કુશવાહાએ ટીવી 9 સાથે વાતચીતમાં જણાવ્યું કે, શા માટે આ ફૂલની ખેતી સરળ નથી હોતી. શું તમે જાણો છો કે આ ફૂલ નારિયલની જટાઓમાં જ ઉત્પન્ન થાય છે. તેના માટે પહેલા જમીન તૈયાર કરવી પડે છે. સૌથી પહેલા નારિયલની જટાઓને પાણીમાં પલાળી છોડી દેવાના અને અનેક મહીનાની પ્રક્રિયા બાદ આ જટાઓ નરમ થઈ જાય છે. અને તેમાં ઘણા પ્રકારના ફર્ટિલાઈઝર નાખીને તેને માટી જેવું કરવામાં આવે છે. ત્યાર બાદ આ જટાઓમાં ક્રોપ લગાડવામાં આવે છે. આ સંપૂર્ણ સિસ્ટમને તૈયાર થવામાં 1.5 થી 2 વર્ષ સુધીનો સમય લાગે છે. ફૂલ આવતા આવતા 2 થી 2.5 વર્ષનો સમય લાગે છે.

એક એકરમાં આવે છે 60 લાખ રૂપિયાનો ખર્ચ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ ખેતી ખૂબ જ મોંઘી છે. એક એકરના પ્લાન્ટેશન કરવામાં લગભગ 60 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આમ તો આ ફુલ પુણે અને બીજા ઠંડા વિસ્તારોમાંથી આવે છે. પરંતુ શોર્ટેજ હોવા પર તેને હોલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. પીક સીઝનમાં તેની કિંમત 500 રૂપિયા ડર્ઝન (12 ફૂલ) સુધી હોય છે. જોકે, ભોપાલમાં ખેતી શરૂ થવાથી કિંમતમાં ઘટાડો આવી રહ્યો છે. અને હાલ 300 રૂપિયા ડર્ઝનના ભાવે આ ફૂલ વેચાય રહ્યા છે. ભોપાલની વાત કરીએ તો સીઝનમાં આ ફૂલ અહીં લગભગ 1500 બંડલ સપ્લાઈ થાય છે. ઓર્કિેટ ફૂલ અમૂમન ડેકોરેશનમા કામ આવે છે. આ ફૂલ બ્લૂ અને સફેદ કલરના હોય છે. જય કુશવાહાના પરિવારને આ ફૂલોની ખેતી કરતા 25 વર્ષ થઈ ચૂક્યા છે.

વિદેશ પર નિર્ભર નહી રહેવું પડે

જય મોટા પાયે જરવેરા ફૂલની પણ ખેતી કરે છે. જરવેરા લાલ મોરંગમાં પેદા થાય છે. જેના માટે છાણીયું ખાતર અને ચોખાનો ભૂસો જરૂરી છે. ફોર્મલીન ટ્રીટમેન્ટ બાદ તેના ફૂલ આવે છે. જયનું કહેવું છે કે, ખેતી તેમનો શોક જ નહીં પરંતુ પૈશન પણ છે. તેઓ ફૂલોની ખેતીમાં અનેક પ્રકારના પ્રયોગ કરી રહ્યા છે. જે ફૂલ હોલેન્ડથી અમૂમન આયાત થાય છે. જેની ખેતી હવે ભારતમાં થવા લાગી છે. આશા છે કે, આગામી દિવસોમાં આ ફૂલો બાબતે વિદેશ પર નિર્ભરતા ખતમ થઈ જશે.

આ પણ વાંચો: Unjha Market: દેશનાં મરી મસાલાઓ વિદેશમાં કેમ થઈ રહ્યા છે રિજેક્ટ, વાંચો જંતુનાશક દવાએ માંડી મોંકાણ

આ પણ વાંચો: Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6260 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

 

Next Article