PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર

|

Apr 16, 2022 | 7:15 AM

PM Kisan Scheme: ગ્રામસભાની બેઠકમાં લાભાર્થીઓની યાદી ઓડિટ કરાવવાના આદેશો પણ અપાયા છે. લાભાર્થીઓની યાદી ગ્રામ પંચાયતો(Gram Panchayat)માં અલગથી પ્રદર્શિત કરવામાં આવશે.

PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર
Farmer (File Photo)

Follow us on

ખેડૂતોને સીધો લાભ આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના 11મા હપ્તા પહેલા, ખેડૂતોએ તેના ફેરફારો વિશે જાણવું જોઈએ. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 1 એપ્રિલ, 2022થી તમામ ચુકવણીઓ આધાર કાર્ડ(Aadhaar Card)પર આધારિત હશે. એટલે કે આધાર વગર તમને કોઈ પણ સંજોગોમાં પૈસા નહીં મળે. આ મહત્વની યોજનામાં ગેરરીતિ રોકવા માટે સરકારે આવું કર્યું છે. એટલું જ નહીં, ગ્રામસભાની બેઠકમાં લાભાર્થીઓની યાદી ઓડિટ કરાવવાના આદેશો પણ અપાયા છે. લાભાર્થીઓની યાદી ગ્રામ પંચાયતો(Gram Panchayat)માં અલગથી પ્રદર્શિત કરવામાં આવશે.

ખરેખર, ગામડાઓમાં, એકબીજાને ખબર છે કે કોણ પાત્ર છે અને કોણ નથી. તેથી, આ ઓડિટથી નકલી લાભાર્થીઓને સરળતાથી ઓળખ થઈ શકશે. પીએમ કિસાન યોજના હેઠળ, ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે. તેનો 11મો હપ્તો આ મહિનાના અંત સુધીમાં આવવાનો છે. જેમાં 10 કરોડ ખેડૂતોને એક સાથે 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધીમાં 10,95,47,469 ખેડૂતોને બે-બે હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે યોજનાની શરૂઆતથી ખેડૂતોને કુલ 1.81 લાખ કરોડ રૂપિયાનો લાભ મળ્યો છે.

મની રિફંડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે

આ વખતે સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે કે કોઈ પણ સંજોગોમાં પાત્ર ન હોય તેવા ખેડૂતોને પૈસા ટ્રાન્સફર ન થવા જોઈએ. આ માટે આધાર કાર્ડ આધારિત પેમેન્ટ સિવાય કેટલાક અન્ય પગલાં પણ લેવામાં આવ્યા છે. જેથી પૈસા સાચા હાથમાં જાય. PM કિસાન યોજના વેબસાઇટના ફાર્મર કોર્નરમાં, જે ખેડૂતોએ ગેરકાયદેસર રીતે યોજનાનો લાભ લીધો છે, તેમને પૈસા પરત કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. બિહાર સરકારે પહેલેથી જ એક અલગ પોર્ટલ બનાવી દીધું છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

યોગ્ય લોકોને ફાયદો થાય તે માટે બીજું શું કરવામાં આવ્યું

આ ઉપરાંત, વાસ્તવિક ખેડૂતોને લાભ આપવા અને યોજનાના યોગ્ય અમલીકરણની ખાતરી કરવા માટે ભંડોળનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ઘણા પગલાં લીધાં છે. નિયમો અનુસાર મેયર, સાંસદ, ધારાસભ્ય, મંત્રી, પૂર્વ મંત્રી, સરકારી અધિકારીઓ અને આવકવેરાદાતાઓને આ યોજનાનો લાભ નહીં મળે. 4000 કરોડથી વધુ રકમ પાત્ર ન હોય તેવા લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેની વસૂલાત માટે સરકારને ઘણી મહેનત કરવી પડે છે.

  1. આવકવેરાદાતાઓની ઓળખ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ માર્ગદર્શિકા(Standard Operating Guidelines) તૈયાર કરવામાં આવી છે અને રાજ્યોને સર્કુલેટ કરવામાં આવી છે.
  2. PM-KISAN યોજના હેઠળ ખેડૂતોની નોંધણી અને ચકાસણી દરમિયાન પગલાં લેવા રાજ્યોને તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે.
  3. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની ભૌતિક ચકાસણી માટે રાજ્ય સરકારોને માનક સંચાલન માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 5-10 ટકા ફિઝિકલ વેરિફિકેશન થશે.
  4. રાજ્યોને ગ્રામસભાની બેઠકમાં લાભાર્થીઓની યાદીનું સોશિયલ ઓડિટ કરવા સૂચના આપવામાં આવી છે. તેનાથી કેન્દ્ર સરકારને ઘણી મદદ મળશે.
  5. રાજ્યોને તમામ પીએમ-કિસાન લાભાર્થીઓનું ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
  6. પાત્ર ન હોય તેવા લાભાર્થીઓને ટ્રાન્સફર નાણાની વસૂલાત અંગે એસઓપી (Standard Operating Procedure)જાહેર કરવામાં આવી છે.
  7. સરકારે પાત્ર ન હોય તેવા લાભાર્થીઓ પાસેથી ટ્રાન્સફર લાભની વસૂલાત માટે SOP તૈયાર કરી છે. જે રાજ્યોને મોકલી દેવામાં આવ્યા છે.
  8. જો કોઈ લાભાર્થીને રાજ્ય દ્વારા અપાત્ર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હોય અથવા તે પાત્ર ન જણાય, તો તે પોતે પણ PM-કિસાન પોર્ટલ પર કિસાન કોર્નર દ્વારા ભારત સરકારના ખાતામાં રકમ પરત કરી શકે છે.

આ પણ વાંચો: આવતીકાલે મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણીનું પરીણામ, મહાવિકાસ અઘાડી સરકારની સત્તા યથાવત રહેશે કે બીજેપીને મળશે જીત?

આ પણ વાંચો: એપલ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ કંપની યોજવા જઈ રહી છે પોતાના ડેવલપર સાથેની કોન્ફરન્સ, જોવા મળશે વિવિધ પ્રોડક્ટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article