ખેડૂતોનો બનશે ડેટાબેઝ, NeML એ સરકાર સાથે કર્યા કરાર, ખેડૂતોનો મળશે તેનો લાભ

|

Sep 17, 2021 | 12:46 PM

NeML ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મૃગાંક પરાંજપેએ જણાવ્યું હતું કે, અમને સરકાર સાથે ભાગીદારી કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્ય તરફ કામ કરવામાં ગર્વ છે.

ખેડૂતોનો બનશે ડેટાબેઝ, NeML એ સરકાર સાથે કર્યા કરાર, ખેડૂતોનો મળશે તેનો લાભ
Farming Activities

Follow us on

NCDEX e-Markets Ltd (NeML) એ એગ્રી-સ્ટેક વિકસાવવા માટે સરકાર સાથે કરાર કર્યો છે. NeML એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથેના સમજૂતી કરાર (MoU) હેઠળ, NeML ગુંટુર (આંધ્રપ્રદેશ), દેવનાગરે (કર્ણાટક) અને નાસિક (મહારાષ્ટ્ર) ખાતે કૃષિ સ્ટેક વિકસાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે તે ટેકનોલોજી-સક્ષમ સોલ્યુશન્સની ડિઝાઇન અને વિકાસ અને અમલ કરશે. તે ખેડૂતોને (Farmesrs) સશક્ત બનાવવામાં મદદ કરશે.

એગ્રી-સ્ટેક (Agri-Stack) એ ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર કેન્દ્રિત ટેકનોલોજી અને ડિજિટલ ડેટાબેઝનો સંગ્રહ છે. એમઓયુ હેઠળ એક વર્ષના એમઓયુ સમયગાળાના અંતે કાર્યક્ષમ ઉકેલો સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવશે.

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્ય પર કાર્યરત

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

NeML ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મૃગાંક પરાંજપેએ જણાવ્યું હતું કે, અમને સરકાર સાથે ભાગીદારી કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્ય તરફ કામ કરવામાં ગર્વ છે. તેમણે જણાવ્યું હતું કે, એનઇએમએલ ભારતીય કૃષિને ડિજિટાઇઝ કરવામાં અગ્રણી રહ્યું છે અને છેલ્લા 15 વર્ષથી દેશભરના લાખો ખેડૂતોના જીવન પર સકારાત્મક અસર પડી છે.

કૃષિ મંત્રાલયે 5 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

મંગળવારે કૃષિ મંત્રાલયે 5 કરાર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ખેડૂતોના હિતો માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને ખેડૂતો માટે સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. આ ક્રમમાં, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે પાયલોટ પ્રોજેક્ટ કામગીરી માટે પાંચ કંપનીઓ સાથે એમઓયુ કર્યા.

સરકારનો ઉદ્દેશ એ છે કે કૃષિ ક્ષેત્રમાં વધુ સારું કામ થવું જોઈએ, જેના માટે ખાનગી ક્ષેત્ર સહકાર આપવા તૈયાર છે. જેના કારણે તે પડકારોનો ઉકેલ લાવી શકશે અને રોજગારીના માધ્યમોમાં પણ વધારો થશે, જ્યારે ખેડૂતોને તેમની પેદાશોનો વાજબી ભાવ મળશે, આનાથી દેશમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન આવશે.

5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશોની એક પરિષદનું આયોજન કર્યું. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે તેમણે કહ્યું કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, ડિસેમ્બર સુધીમાં તે 8 કરોડ સુધી પહોંચી જશે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશોને તેમાં સહકાર આપવા વિનંતી કરી.

 

આ પણ વાંચો : બટાકાના ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, બમ્પર ઉત્પાદન માટે બટાકાની આ જાતોનું વાવેતર કરો

આ પણ વાંચો : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- ખેડૂતોને KCC હેઠળ અત્યાર સુધીમાં 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી

Next Article