Mustard Oil Price: ગ્રાહકો માટે વધુ એક રાહતના સમાચાર, આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના

સરસવના તેલનું ઉત્પાદન 4.4 થી 4.8 મિલિયન ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. આ ગયા વર્ષ કરતાં 28% વધુ છે. આ કારણે સરસવના તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વર્ષ 2021-22માં સરસવની વધુ ખેતી(Mustard Oil Price)ને કારણે આ શક્ય બનશે.

Mustard Oil Price: ગ્રાહકો માટે વધુ એક રાહતના સમાચાર, આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના
Mustard Oil Price
Image Credit source: Om Prakash, TV9 Digital
| Edited By: | Updated on: Jun 18, 2022 | 12:17 PM

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ(Palm Oil)ની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ હવે દેશમાં તેનો પુરવઠો વધવા લાગ્યો છે. આ સાથે રશિયાથી સૂર્યમુખી તેલની આયાત પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ખાદ્યતેલના મોરચે ગ્રાહકો માટે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ઓરિગો ઈ-મંડી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છે કે આ વર્ષે સરસવનું ઉત્પાદન 11.5 થી 12 મિલિયન ટન રેકોર્ડ થઈ શકે છે. જ્યારે સરસવના તેલનું ઉત્પાદન 4.4 થી 4.8 મિલિયન ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. આ ગયા વર્ષ કરતાં 28% વધુ છે. આ કારણે સરસવના તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વર્ષ 2021-22માં સરસવની વધુ ખેતી(Mustard Oil Price)ને કારણે આ શક્ય બનશે.

બજારના જાણકારોનું કહેવું છે કે આ વર્ષે એટલે કે 2022-23માં પણ જો સરસવના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ કરતાં વધુ જોવા મળશે તો ઉત્પાદનમાં વધુ વધારો થશે. વર્ષ 2021માં સરસવના તેલની કિંમત 250 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. રિફાઈન્ડ તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દેશમાં સરસવનું વિક્રમી ઉત્પાદન થયું છે. વર્ષ 2021માં માત્ર 102 લાખ ટનનું ઉત્પાદન થયું હતું, જ્યારે આ વર્ષે એટલે કે 2022માં સરકારે 115 લાખ ટન સરસવના ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. આવી સ્થિતિમાં સરસવના તેલને લઈને શરૂઆતથી જ થોડી નરમાઈનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો.

ખાનગી બજારે કેટલા ઉત્પાદનનો લગાવ્યો અંદાજ

સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર ઓઈલ ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ (COOIT) અને મસ્ટર્ડ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (MOPA) એ પાક વર્ષ 2022-23 માટે દેશમાં સરસવનું ઉત્પાદન 11 મિલિયન ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે ઓરિગો મંડીએ કહ્યું છે કે પાકનું કદ 11.5 થી 12 મિલિયન ટન હોઈ શકે છે. તેવી જ રીતે, પાક વર્ષ 2021-22માં ભારતમાં સરસવના તેલનું ઉત્પાદન 28.5 ટકા વધીને એટલે કે 8.2 લાખ ટનથી વધીને 3.67 મિલિયન ટન થવાનો અંદાજ છે. જ્યારે 2020-21માં 2.85 મિલિયન ટન ઉત્પાદન થયું હતું.

સરસવના તેલનું કેટલું ઉત્પાદન થશે?

ઓરિગો ઈ-મંડીના સંશોધક તરુણ સત્સંગીનું કહેવું છે કે અમારા સંશોધન મુજબ ઉત્પાદન આ આંકડા કરતાં વધી જવાની ધારણા છે. અમારા અંદાજ મુજબ સરસવના તેલનું ઉત્પાદન 4.4 થી 4.8 મિલિયન ટનની વચ્ચે હોવું જોઈએ. ઉપરોક્ત ગણતરી 40 ટકા તેલ સામગ્રી સાથે 11.5 થી 12 મિલિયન ટન સરસવના ઉત્પાદન પર આધારિત છે. જો કે, ઉદ્યોગના દિગ્ગજો માને છે કે આ સિઝનમાં સરસવમાં તેલનું પ્રમાણ લગભગ 40.5 ટકા છે અને જો તે 11 મિલિયન ટન જેટલું જ રહે છે, તો સરસવના તેલનું ઉત્પાદન 3.67 મિલિયન ટનને બદલે 4.455 મિલિયન ટન થવું જોઈએ.

પાક વર્ષ 2021-22માં ભારતનું સરસવનું ઉત્પાદન 28.3 ટકા વધીને 5.75 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે 2020-21માં 4.48 મિલિયન ટન હતો. ઘણા સ્થાનિક અને ઘણા આંતરરાષ્ટ્રીય કારણો છે, જેના કારણે ખાદ્યતેલોના ભાવ નરમ રહેશે. હાલમાં 10 લીટર સરસવના તેલનો જથ્થાબંધ ભાવ 1426 રૂપિયા છે.