Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે

|

Apr 15, 2023 | 1:22 PM

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત માટે ચોમાસું એક રીતે જીવનરેખા છે. કારણ કે લગભગ અડધા દેશના ખેતરોમાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેના કારણે ખેડૂત વરસાદ પર નિર્ભર બની જાય છે. ચોમાસાને કારણે પાણી કુદરતી જળાશયો સુધી પહોંચે છે.

Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે
Monsoon 2023

Follow us on

વર્ષ 2018માં ભારતમાં અલ નીનોની અસર જોવા મળી હતી. આ કારણે તે વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહ્યું હતું. ત્યારથી, 2019, 2020, 2021 અને 2022 માં સતત 4 વર્ષ સુધી, ભારતમાં ચોમાસાની સ્થિતિ સારી રહી છે. આ વર્ષે ફરી એકવાર ચોમાસાની સ્થિતિ નબળી રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ ચોમાસામાં અલ નીનો વિકસિત થવાની લગભગ 70 ટકા સંભાવના છે. જેના કારણે અર્થવ્યવસ્થા પર મોટો ખતરો ઉભો થઈ શકે છે. પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા મોટાભાગના ઉભરતા બજારોની તુલનામાં ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અને સારી સ્થિતિ ધરાવતી અર્થવ્યવસ્થા છે.

સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર

બીજી તરફ, 11 એપ્રિલે, IMD એ હવામાનમાં ફેરફારનો ફરીથી અભ્યાસ કર્યો, તો અલ નીનોની સંભાવના 50 ટકા દર્શાવવામાં આવી. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરનું ઉષ્ણતામાન ચોમાસાને અવરોધે છે અને સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનનું કારણ બને છે. આ સમય દરમિયાન ભારતમાં વારંવાર દુકાળ પડે છે.

આ પણ વાંચો : Corona Virus: કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

અલ નીનોની જૂન, જુલાઈ, ઓગસ્ટની સિઝનમાં 70 ટકા સંભાવના

IMDએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂન, જુલાઈ, ઓગસ્ટની સિઝનમાં અલ નીનોની 70 ટકા સંભાવના છે અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સિઝનમાં આ સંભાવના વધીને 80 ટકા થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અલ નીનોની શરૂઆત સાથે, કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને IMD યોજના તૈયાર કરવા માટે બેઠકો યોજી રહ્યા છે.

સિંચાઈની સુવિધાનો અભાવે ખેડૂતો વરસાદ પર નિર્ભર બની જાય છે

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત માટે ચોમાસું એક રીતે જીવનરેખા છે. કારણ કે લગભગ અડધા દેશના ખેતરોમાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેના કારણે ખેડૂત વરસાદ પર નિર્ભર બની જાય છે. ચોમાસાને કારણે પાણી કુદરતી જળાશયો સુધી પહોંચે છે, જ્યાંથી વીજળી ઉત્પાદન, કારખાનાઓ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

IMD તરફથી મળેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારોને તૈયારી માટેના અનુમાન વિશે જાણકારી આપવામાં આવી રહી છે. આ વર્ષે, IMD ભારતના 700 જિલ્લાઓમાં કૃષિ-હવામાન સંબંધી સલાહકાર સેવાઓ અને આગાહીઓ પ્રદાન કરશે. જેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા તેનો પ્રસાર કરી શકાય.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article