કેન્દ્રએ NAFEDને પણ કર્યુ આ મિશનમાં સામેલ, આ રીતે પહોંચશે લોકોની થાળીમાં બરછટ અનાજ

|

Mar 21, 2023 | 8:02 PM

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં 'બાજરા મિશન' 2023ને પ્રોત્સાહન આપવા માટે આ મિશનમાં નાફેડનો ઉમેરો કર્યો છે. ખાસ વાત એ છે કે નાફેડની મદદથી બાજરા વેન્ડિંગ મશીન અને એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કરવામાં આવશે.

કેન્દ્રએ NAFEDને પણ કર્યુ આ મિશનમાં સામેલ, આ રીતે પહોંચશે લોકોની થાળીમાં બરછટ અનાજ
NAFED in millet mission

Follow us on

કેન્દ્ર સરકાર ખેડૂતોને બરછટ અનાજની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરી રહી છે. આ માટે તેમણે ‘શ્રી અન્ન’ યોજના પણ શરૂ કરી છે, જેથી ખેડૂતો બરછટ અનાજની ખેતીમાંથી મહત્તમ નફો મેળવી શકે. દરમિયાન, એવા સમાચાર છે કે કેન્દ્ર સરકારે લોકોની સુવિધા માટે દિલ્હીમાં બાજરા વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે એક એક્સપીરિયન્સ સેન્ટર પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: આ પાકની ખેતીથી ખેડૂતો માલામાલ થઈ જશે, ઓછા ખર્ચે ખેતી શરૂ કરો અને 70 વર્ષ સુધી નફો મેળવો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં ‘બાજરા મિશન’ 2023ને પ્રોત્સાહન આપવા માટે આ મિશનમાં સહકારી નાફેડનો ઉમેરો કર્યો છે. ખાસ વાત એ છે કે નાફેડની મદદથી દિલ્હીમાં બાજરા વેન્ડિંગ મશીન અને એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કરવામાં આવશે. નાફેડે બાજરી સંબંધિત પહેલને આગળ વધારવા માટે કૃષિ મંત્રાલય સાથે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પુષ્કળ પૌષ્ટિક ખોરાક મળી શકે

એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે નાફેડ માર્કેટમાં રિટેલ સ્ટોર્સની અંદર બાજરીનો કોર્નર પણ ખોલવામાં આવશે. આ સિવાય દિલ્હી-એનસીઆરમાં બાજરી વેન્ડિંગ મશીન લગાવવામાં આવશે. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે દેશમાં ફરી એકવાર બાજરી સહિતના તમામ પરંપરાગત બરછટ અનાજને પ્રોત્સાહન આપવામાં આવે, જેથી લોકોને પૌષ્ટિક આહાર મળી શકે.

ઉપયોગ કરવા માટે દિલ્હીમાં લોકોને કરાશે જાગૃત

એક એહવાલ અનુસાર, નાફેડ દિલ્હીમાં લોકોમાં બાજરીને ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે જાગૃતિ ફેલાવશે. આ માટે તે લોકોને બાજરીના પોષક તત્વો અને ગુણો વિશે જણાવશે. આ સાથે તે બાજરીના માર્કેટિંગનો માર્ગ પણ તૈયાર કરશે.

ભારત વિશ્વનો મુખ્ય બાજરા ઉત્પાદક દેશ છે

જણાવી દઈએ કે ભારત વિશ્વમાં એક મુખ્ય બાજરા ઉત્પાદક દેશ છે. આ વર્ષે ભારત મિલેટ મિશન હેઠળ સમગ્ર વિશ્વમાં બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં, કૃષિ મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો, મુખ્ય ખાદ્ય સંસ્થાઓ અને ઉદ્યોગોને સમગ્ર વિશ્વમાં ભારતને મિલેટ હબ તરીકે સ્થાપિત કરવા વિનંતી કરી છે. ઉપરાંત, બાજરીના બ્રાન્ડિંગને પ્રોત્સાહન આપવા માટે, તમામ દેશવાસીઓએ તેને તેમની દૈનિક થાળીમાં વાનગી તરીકે સામેલ કરવી જોઈએ.

બરછટ અનાજની ખેતીથી પાણીની પણ બચત થશે

બરછટ અનાજમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન જોવા મળે છે. પહેલા આપણા વડવાઓ માત્ર બરછટ અનાજ ખાતા હતા અને લાંબુ જીવન જીવતા હતા અને જીવનભર સ્વસ્થ રહેતા હતા. બીજી તરફ, બરછટ અનાજની બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે તેની ખેતીમાં સિંચાઈની ખૂબ જ ઓછી જરૂરિયાત હોય છે. ઓછા પાણીમાં પણ તેની ખેતી કરી શકાય છે. આવી સ્થિતિમાં બરછટ અનાજની ખેતી કરીને પાણીની પણ બચત થશે.

Next Article