મહેસાણાના (Mehsana)મેવડ ગામના ધૃવેશ અને હિતેન્દ્ર ચૌધરી નામના બે ભાઇઓએ વર્મી કમ્પોસ્ટ (Vermicompost)એટલે કે કૃમિ ખાતર (Fertilizer)બનાવવામાં કાઠું કાઢ્યું છે. કોરોના કાળમાં બે વર્ષ અગાઉ કોઈ નોકરી વ્યવસાય નહી રહેતા બંને ભાઈઓએ કૃમિ ખાતર બનાવવાનું વિચાર્યું. જેના માટે કેટલીક સંસ્થા તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી. દરમ્યાન, અળસિયાથી ઉત્પાદિત થતા કૃત્રિમ ખાતર અંગે જ્ઞાન મેળવીને મહેસાણા નજીક તેમના વતન મેવડ ગામે 1500 સ્ક્વેર ફૂટ જગ્યામાં જ અલસિયાની ખેતી શરૂ કરી.
જેમાં શરૂઆતમાં 500 કિલો ઉત્પાદન કર્યા બાદ ધીમે ધીમે ઉત્પાદન વધ્યું અને માંગ પણ વધી. આસપાસના ખેડૂતો આ અળસિયાંના ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા. અને 500 કિલોથી શરૂ કરેલ કૃમિ ખાતરની માંગ વધતા અત્યાર સુધી 15 ટન સુધી કૃમિ ખાતર બનાવી ખેડૂતોને આપી ચૂક્યા છે.
મહેસાણાના મેવડના બે ભાઈઓ પૈકી 30 વર્ષીય ચૌધરી ધ્રુવેશ કુમાર હરિભાઈએ BE મિકેનિકલનો અભ્યાસ કરેલ છે.અને 31 વર્ષીય ચૌધરી હિતેન્દ્ર કુમાર નાનજીભાઈએ ધોરણ 12 પાસ કર્યું છે. ધ્રુવેશ ongc મા કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી પણ કરે છે. આ બંને ભાઈઓએ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા જઈને અળસિયાંની ખેતીનુ પ્રાથમિક જ્ઞાન મેળવ્યું હતું. જ્યાંથી આઇસીનિયા અને ફેટેનિયા નામના અળસિયા લાવ્યા હતા. જાણકારી મુજબ આ પ્રકારના અળસિયાં જે માટી ઓછી ખાય અને છાણીયું ખાતર વધુ ખાય છે.
કૃમિ ખાતરનો ઉપયોગ કરવાથી થતા ફાયદા જોઈએ તો, જમીનની ફળદ્રુપતા , પ્રત અને બાંધો સુધરે છે. જમીનની પાણી સંગ્રહ શકિત 400 ગણી વધે છે. જમીનની નિતાર શક્તિ વધે છે .જમીનનું ધોવાણ અટકે છે. કુદરતી ખેડ થાય છે. રોગ જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે. બિન ઉત્પાદક જમીનને ઉત્પાદક જમીનમાં વર્મી કલ્ચરથી ફેરવી શકાય છે. છોડને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે. જમીનનું પીએચ તટસ્થ કરે છે. ખેતપેદાશ ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે. વર્મી કંપોઝ એટલે કે જૈવિક ખાતર તૈયાર થાય છે. લગભગ બધા જ સૂક્ષ્મ તત્વો હોય છે.
આ બંને ભાઈઓએ બીજા કોઈ વ્યવસાય કરતા જૈવિક ખાતરની ખેતી શરૂ કરી આજના નવ યુવાનોને રોજગારી માટે પણ એક રાહ ચીંધી છે. માત્ર જરૂર પડે છે તો કંઇક નવું કરવાની ધગશ. અળસિયાંના ખાતરથી તૈયાર થતા પાકના ભાવ પણ સારા મળતા હોઈ તેની માંગ વધે છે. આજના સમયમાં ઓર્ગેનિક અનાજ કે શાકભાજીની માંગ વધી રહી છે. જેને જોતા ખેડૂતો પણ રાસાયણિક ખાતરની જગ્યા એ કૃત્રિમ ખાતર નો ઉપયોગ કરતા થયા છે.
આ પણ વાંચો : Ahmedabad : સોની વેપારીએ ફુલેકું ફેરવ્યુ, પોલીસે આરોપીને ઝડપી લીધો, પણ મુદ્દામાલ ગાયબ
આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલના 50 આરોગ્યકર્મી કોરોના સંક્રમિત
Published On - 5:43 pm, Sun, 23 January 22