Lumpy Skin Disease : મધ્ય પ્રદેશમાં એલર્ટ, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ

|

Aug 08, 2022 | 3:56 PM

પશુપાલન અને ડેરી વિભાગના નિયામક ડો.આર.કે. મેહિયાએ વિભાગીય અને જિલ્લા અધિકારીઓને ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓની સરહદો પર પ્રાણીઓની અવરજવર રોકવા માટે નિર્દેશ આપ્યા છે.

Lumpy Skin Disease : મધ્ય પ્રદેશમાં એલર્ટ, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ
Porbandar: Municipality finally starts cremation of cows
Image Credit source: File Photo

Follow us on

રાજસ્થાનના પશુપાલકોમાં પશુઓમાં થતા લમ્પી (Lumpy Skin Disease)રોગના કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હજારો પશુઓ મૃત્યુ પામ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશ (Madhya Pradesh) સરકારે પણ આ માટે સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પશુપાલકો માટે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીના સંદર્ભમાં, પશુપાલન વિભાગના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિકા મુજબ રોગની ઓળખ અને નિયંત્રણ માટે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પશુપાલન અને ડેરી વિભાગના નિયામક ડો.આર.કે. મેહિયાએ વિભાગીય અને જિલ્લા અધિકારીઓને ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓની સરહદો પર પ્રાણીઓની અવરજવર રોકવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે તંદુરસ્ત પશુઓને રોગથી બચાવવા માટે ગોટ પોક્સ વેક્સિનેશન કરો. દવાનો પૂરતો સ્ટોક રાખો.

રતલામ જિલ્લાના પ્રાણીઓમાં લક્ષણો જોવા મળ્યા

ડો.મીહિયાએ તમામ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓને લમ્પી રોગ અંગે એલર્ટ મોડમાં રહેવા સૂચના આપી છે. તેમણે જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગીય અને જિલ્લા લેબ ઈન્ચાર્જ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રાણીઓના આરોગ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જણાવ્યું હતું કે રાજ્યના સરહદી રાજ્યોમાં વ્યાપકપણે ફેલાતા આ રોગના લક્ષણો રતલામ જિલ્લાના પશુઓમાં જોવા મળ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેથી, વિભાગીય કર્મચારીઓને લમ્પી વિશે તકેદારી રાખવા અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ રોગ સામે સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. સારવાર માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરો. ડિવિઝનલ ડિસીઝ ઇન્વેસ્ટિગેશન લેબોરેટરી, જબલપુરના ઇન્ચાર્જ ડો.પી.કે.સોલંકી અને નાનાજી દેશમુખ વેટરનરી એન્ડ એનિમલ હસબન્ડ્રી કોલેજ, જબલપુરના ડો.વંદના ગુપ્તાએ આ રોગથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા.

લમ્પી રોગમાં શું થાય છે ?

લમ્પી રોગએ પ્રાણીઓનો વાયરલ રોગ છે, જે પોક્સ વાયરસથી મચ્છર, માખી, ટિક્સ વગેરે દ્વારા પ્રાણીથી બીજા પ્રાણીમાં ફેલાય છે. શરૂઆતમાં બે થી ત્રણ દિવસ સુધી હળવો તાવ રહે છે. આ પછી, આખા શરીરની ચામડીમાં 2-3 સેમીના ગઠ્ઠા બહાર આવે છે. આ ગાંઠો ગોળાકાર છે. જે આગળની ચામડીની સાથે સ્નાયુઓની ઊંડાઈ સુધી જાય છે. ગઠ્ઠો મોં, ગળા અને શ્વસન માર્ગમાં ફેલાય છે. આનાથી પગમાં સોજો આવે છે, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

ડો. આર.કે. મેહિયાએ જણાવ્યું હતું કે મોટાભાગના ચેપગ્રસ્ત પ્રાણીઓ બે-ત્રણ અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે, પરંતુ દૂધ ઉત્પાદકતામાં ઘટાડો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે છે. મૃત્યુદર 1 થી 5 ટકા છે અને ચેપનો દર 10 થી 20 ટકા છે.

વાયરસથી પશુને બચાવવા શું કરી શકાય

આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. આ ઉપરાંત પશુ રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી. અને જો પશુની હાલત વધુ ખરાબ હોય તો તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરવો.

Next Article