PM Kisan Yojana: 10મો હપ્તો મેળવનારનું લીસ્ટ તૈયાર, આ રીતે ચેક કરો તમારૂ નામ

|

Dec 08, 2021 | 9:55 AM

રાજ્ય સરકારોએ તો પોતાના તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આ પ્રાથમિક પ્રક્રિયા બાદ ખેડૂતોને 10મો હપ્તો મળશે અથવા ખેડૂતોના ખાતામાં નવા વર્ષના ઠીક પહેલા પૈસા જમા કરવામાં આવી શકે છે.

PM Kisan Yojana: 10મો હપ્તો મેળવનારનું લીસ્ટ તૈયાર, આ રીતે ચેક કરો તમારૂ નામ
Symbolic Image

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi)નો દસમો હપ્તો જાહેર થવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી તેની સંપૂર્ણ તૈયારી પુરી કરવામાં આવી છે. આ હપ્તો (PM Kisan Yojana 10th Installment) જે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાના તે તેમનું લીસ્ટ (PM Kisan BeneFiciary List)સામે આવ્યું છે. આગામી અઠવાડીયાથી આ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 10મો હપ્તાના પૈસા જમા થવાની શરૂઆત થઈ શકે છે.

રાજ્ય સરકાર પણ કરી ચૂકી છે આ કામ

આ યોજના (PM Kisan Yojana) હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં નવા વર્ષના ઠીક પહેલા પૈસા જમા કરવામાં આવી શકે છે. લિસ્ટ તૈયાર થયા પહેલા રાજ્ય સરકારે પણ પોતાની તરફથી તૈયારીઓ તેજ કરી ચૂક્યા છે. રાજ્ય સરકારોએ તો પોતાના તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આ પ્રાથમિક પ્રક્રિયા બાદ ખેડૂતોને 10મો હપ્તો મળવા લાગશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

અનેક ખેડૂતોને એક સાથે મળશે બે હપ્તાના પૈસા

યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને 15 ડિસેમ્બરે 10માં હપ્તા (PM Kisan 10th Installment)ના બે-બે હજાર રૂપિયા મળશે. અમુક ખેડૂતોને બે-બે હજારના બદલે ચાર-ચાર હજાર રૂપિયા મળશે. અનેક ખેડૂતોને અત્યાર સુધી નવમો હપ્તો (PM Kisan Yojana 9th Installment)ના પૈસા મળ્યા નથી. આ ખેડૂતોને આ વખતે નવમો અને દસમો હપ્તો એક સાથે મળશે.

જાણો તમને મળશે કેટલી રકમ

રજીસ્ટર્ડ ખેડૂતો સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જઈ આગામી હપ્તાનું સ્ટેટ્સ ચેક કરી શકાય છે. અહીં તમે જાણી શકશો કે અત્યાર સુધી કેટલા હપ્તાની ચૂકવણી તમને કરવામાં આવી છે. જો તમને છેલ્લા હપ્તો એટલે કે નવમો હપ્તો નથી મળ્યો તો આ 15 તારીખે તમને ચાર હજાર રૂપિયા મળશે.

આ રીતે ચેક કરો લીસ્ટ

તમે મોબાઈલ દ્વારા પણ ચેક કરી શકો છો. તેના માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાવ.
વેબસાઈટ પર જઈ ઉપર જમણી બાજુ ફાર્મસ કોર્નર (Farmer’s Corner)આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરો.
હવે તમને લાભાર્થીઓનું લીસ્ટ (Beneficiary list) પર ક્લિક કરવાનું રહેશે.
ક્લિક કરતાં જ એક નવું પેજ ખુલશે, ત્યાં ડ્રોપડાઉનથી રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
ગેટ રિપોર્ટ પર ક્લિક કરતા જ તમને તમારા ગામના એ તમામ ખેડૂતોનું લીસ્ટ મળી જશે જે લાભ મેળવવા માટે યોગ્ય છે.
અહીં તમે એ પણ ચેક કરી શકો છો કે તમને કેટલા હપ્તા ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સ્કૂલ ટીચરે કર્યો એવો ડાન્સ કે હોલિવૂડ સ્ટાર દંગ રહી ગયા, આટલા કરોડ લોકોએ જોયો આ Video

આ પણ વાંચો: Video: દુલ્હા-દુલ્હન સામે જ પડી ગઈ તેમની લગ્નની કેક, આ જોઈ કપલના શ્વાસ અધ્ધર થઈ ગયા

Next Article