PM Kisan Yojana: જલ્દી જ તમારા ખાતાને કરો આધાર સાથે લીંક, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ

|

Mar 20, 2022 | 8:58 AM

આધાર કાર્ડને આજકાલ તમામ મહત્વની બાબતો સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બેંક ખાતામાં, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના પૈસા સુરક્ષિત રહે.

PM Kisan Yojana: જલ્દી જ તમારા ખાતાને કરો આધાર સાથે લીંક, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ
Symbolic Image (File Photo)

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana)શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે બધાને પહેલેથી જ માહિતી હશે અને એવી પણ અપેક્ષા છે કે અત્યાર સુધીમાં મોટાભાગના ખેડૂતોએ તેનો લાભ લીધો હશે. આવી સ્થિતિમાં આજે અમે વાત કરીશું કે તમે સન્માન નિધિ એકાઉન્ટને તમારા આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક કરીને કેવી રીતે ખાતરી કરી શકો છો. આધાર કાર્ડને આજકાલ તમામ મહત્વની બાબતો સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બેંક ખાતામાંથી, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના પૈસા સુરક્ષિત રહે.

આપને જણાવી દઈએ કે આ યોજના દેશભરના તમામ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આવક સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

યોજનાનો લાભ નહીં મળે

કોઈપણ ખેડૂત કે જેઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે અને તેઓ પાત્રતા ધરાવતા ખેડૂતો છે તો તેમણે તેમના ખાતા સાથે આધાર લિંક કરવાનું રહેશે. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અત્યાર સુધી તમારું આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે તમને PM કિસાન (PM Kisan Yojana Installment)ના આગામી હપ્તા માટે પૈસા મળશે નહીં. આવી સ્થિતિમાં જો તમે નથી જાણતા કે તમે તમારા એકાઉન્ટને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો. ત્યારે અમે જણાવીશું.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આધાર વિગતો કેવી રીતે અપડેટ કરવી

  • સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in પર જવું પડશે.
  • હોમ પેજ પર, ‘Farmer Corner’ પર ક્લિક કરો.
  • હવે ‘Edit Aadhaar Failure Records’નો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને ત્યાં આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, ખેડૂત નંબર જેવા વિકલ્પો જોવા મળશે.
  • આધાર નંબર પર ક્લિક કરો.
  • બધી જરૂરી માહિતી દાખલ કરો અને ‘અપડેટ’ પર ક્લિક કરો.

લાભો મેળવવા માટે PM કિસાનમાં eKYC કેવી રીતે અપડેટ કરવું

  • આ માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • પેજની જમણી બાજુએ ઉપલબ્ધ eKYC વિકલ્પ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  • ‘ગેટ OTP’ પર ક્લિક કરો અને તમારો OTP અહીં દાખલ કરો.

આ સંપૂર્ણ પ્રક્રિયાને અનુસરીને તમે તમારું આધાર લિંક કરીને તમારું એકાઉન્ટ અપડેટ કરી શકો છો. જો દાખલ કરેલા OTPમાં કોઈ ભૂલ જોવા મળે છે તો તેઓ તેમના બાયોમેટ્રિક્સને અપડેટ કરવા માટે CSC કેન્દ્રોની મુલાકાત લઈ શકે છે. ઉપરાંત, આ સંબંધિત અન્ય માહિતી માટે તમે નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરી શકો છો.

આ પણ વાંચો: Viral: કપડા સુકવવામાં કૂતરાએ કરી મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘આવો હેલ્પર અમારે પણ જોઈએ’

આ પણ વાંચો: Mandi: ભરૂચની જંબુસર APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 3,500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Published On - 8:58 am, Sun, 20 March 22

Next Article