
હાલ ઘણા પાકની કાપણી કરવામાં આવી રહી છે, તેથી ખેડૂતો દ્વારા નવા પાકો વાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આ સમયે જાયદ પાકની વાવણી માટે યોગ્ય સમય ચાલી રહ્યો છે. જો તમે પણ જાયદ પાક (Zaid Crop)માંથી વધુ ઉપજ મેળવવા માંગતા હોવ અને તેને બજારમાં વેચીને સારો નફો મેળવવા માગો છો તો આ લેખ તમારા માટે છે. જાયદ સિઝનમાં ખેડૂતો(Farmers) કાકડી, ખીરા કાકડી, કારેલા, દુધી, તુરિયા, પાલક, કોબીજ, રીંગણ, ભીંડાનું વાવેતર કરે છે. આપને જણાવી દઈએ કે રવિ પાકની લણણી અને ખરીફ પાકની વાવણી(Harvesting of Rabi Crops)પહેલા ખેતરને થોડા સમય માટે ખાલી રાખવામાં આવે છે.
આ દરમિયાન, ખેડૂતને અન્ય પાકની ખેતી કરવા માટે પૂરતો સમય મળે છે. આ સમયે ઉગતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. જો તમે પણ તમારા ખેતરમાં જાયદ પાક વાવો છો, તો તમે તેનાથી વધુ નફો મેળવી શકો છો, કારણ કે બજારમાં શાકભાજી અને ફળોની માગ સૌથી વધુ છે. જો તમે જાયદ પાકમાંથી વધુ ઉપજ મેળવવા માંગો છો, તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેના દ્વારા તમે તમારા પાકમાંથી વધુ ઉપજ મેળવી શકો છો.
આ પણ વાંચો: Success story: તમારા ખેતરની માટી પ્રમાણે આ મોબાઈલ એપ જણાવશે, તમે આ પાકની ખેતી કેવી રીતે કરી શકો?
આ પણ વાંચો: Shocking: જીવતા ઉંદરને ખાઈ રહેલા ઘોડાનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘આ અશક્ય છે’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 12:32 pm, Sun, 17 April 22