Kisan Pension: 22.69 લાખ ખેડૂતોની વૃદ્ધાવસ્થા સુરક્ષિત થઈ, દર મહિને મળશે 3000 રૂપિયા

|

Jun 02, 2022 | 2:39 PM

કેન્દ્ર સરકાર (Central Government) આ યોજનામાં અડધું પ્રીમિયમ ચૂકવી રહી છે. એટલું જ નહીં, તમે જ્યારે ઇચ્છો ત્યારે આ યોજના છોડી પણ શકો છો. તમને જમા કરાયેલા પૈસા પર સાદું વ્યાજ મળશે.

Kisan Pension: 22.69 લાખ ખેડૂતોની વૃદ્ધાવસ્થા સુરક્ષિત થઈ, દર મહિને મળશે 3000 રૂપિયા
Farmer
Image Credit source: File Photo

Follow us on

મોદી સરકારની કિસાન પેન્શન યોજના(Kisan Pension Yojana)માં અત્યાર સુધીમાં દેશના 22,69,892 ખેડૂતો જોડાયા છે. જેમાં 6,77,214 મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. એટલે કે આટલા ખેડૂતો(Farmers)એ તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરી લીધી છે. તેમને દર મહિને 3000 રૂપિયા મળશે. જો તમે તેમાં જોડાયા નથી, તો જલ્દી કરો. નોંધણી કરીને પેન્શન માટે પાત્ર બનો. જેમાં 18 વર્ષના ખેડૂતે 55 રૂપિયા અને 40 વર્ષના ખેડૂતે 200 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહેશે. કેન્દ્ર સરકાર આ યોજનામાં અડધું પ્રીમિયમ ચૂકવી રહી છે. એટલું જ નહીં, તમે જ્યારે ઇચ્છો ત્યારે પણ આ યોજના છોડી શકો છો. તમને જમા કરાયેલા પૈસા પર સાદું વ્યાજ મળશે.

બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ ખેડૂતો આ યોજનામાં જોડાયા છે. જ્યારે કેટલાક રાજ્યોના ખેડૂતો કોઈ રસ દાખવી રહ્યા નથી. જો કે, કૃષિ નિષ્ણાતો કહે છે કે આ યોજના ખેડૂતો માટે ફાયદાનો સોદો છે કારણ કે સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવવાની કોઈ મજબૂરી નથી. તેની નોંધણી માટે કોઈ ફી નથી. આ યોજના હેઠળ નોંધણી કરાવનારા ખેડૂતોની મહત્તમ સંખ્યા 26 થી 35 વર્ષની વય જૂથમાં છે.

લક્ષ્ય પુરૂ થતું જણાતું નથી

પીએમ કિસાન માનધન યોજના(PM Kisan Manadhan Yojana)હેઠળ પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવનાર હતો. પરંતુ હજુ સુધી 50 લાખ ખેડૂતોએ પણ આ યોજનામાં રસ દાખવ્યો નથી. જ્યારે આ યોજના ઔપચારિક રીતે 12 સપ્ટેમ્બર 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. નોંધણી 9મી ઓગસ્ટ 2019ના રોજ શરૂ થઈ હતી. જો કે, હજુ પણ સરકાર ઈચ્છે છે કે તમામ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતો આમાં સામેલ થાય.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેવી રીતે થશે રજીસ્ટ્રેશન

  1. નોંધણી કોમન સર્વિસ સેન્ટર (CSC) પર કરવામાં આવશે.
  2. આધાર કાર્ડ ફરજિયાત છે.
  3. સાતબારની નકલની જરૂર રહેશે.
  4. માત્ર 2 ફોટોગ્રાફ અને બેંક પાસબુકની નકલ આપવાની રહેશે.
  5. વધુમાં વધુ 5 એકર ખેતી ધરાવતા ખેડૂતો જ આ યોજના માટે પાત્ર છે.

પીએમ કિસાન યોજનામાંથી પૈસા કપાશે

કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કોઈ ખેડૂતે પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો તેમણે કિસાન પેન્શન યોજના માટે આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ કાગળ આપવાનું રહેશે નહીં. તે પીએમ-કિસાન યોજના હેઠળ મળેલા 6000 રૂપિયામાંથી પેન્શન યોજનાનું પ્રીમિયમ સીધું ચૂકવી શકે છે. એટલે કે, તેણે પોતાની પાસેથી પૈસા ખર્ચવાની જરૂર નથી. 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે.

Next Article