કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના એ ભારત સરકારની પહેલ છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે NABARD દ્વારા વર્ષ 1998માં તેની શરૂઆત કરવામાં આવી હતી. તે ખેડૂતોને ટૂંકા ગાળાની લોન અને સાધનો ખરીદવા અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે ક્રેડિટ મર્યાદા આપીને તેમની કૃષિ જરૂરિયાતો, માછીમારી અને પશુપાલનને પહોંચી વળવામાં મદદ કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Breaking News: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુખ્યમંત્રીએ કર્યો આદેશ
તમે તમારી નજીકની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે અરજી કરી શકો છો. તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ/મતદાર કાર્ડ/પાસપોર્ટ, ઘરના સરનામાનો પુરાવો, જમીન ધરાવવાનું પ્રમાણપત્ર અને તમારી સાથે પાન કાર્ડની જરૂર પડશે.
કિસાન ક્રેડિટ કાર્ડ 3 વર્ષ માટે માન્ય છે. આમાં 1.60 લાખ રૂપિયા સુધીની લોન માટે કોલેટરલની જરૂર નથી. યોજના ધારકો માટે વીમા કવરેજ કાયમી અપંગતા અથવા મૃત્યુના કિસ્સામાં રૂ. 50,000 સુધીની રકમની મદદ કરે છે. અન્ય કોઈપણ પ્રકારના કેસમાં 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને દેશની બેંકિંગ સિસ્ટમથી સરળ અને સાધારણ રીતે માહિતગાર કરવાનો અને તેમની ખેતી અને અન્ય જરૂરિયાતો માટે પર્યાપ્ત અને સમયસર લોન મેળવવામાં મદદ કરવાનો છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આના પર વ્યાજ દરો પણ ઘણા ઓછા છે. આ યોજના હેઠળ ખેડૂતો સરળતાથી 3 વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે.
હાલમાં બેંક દ્વારા સામાન્ય લોન પર 7 થી 9 ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છે, પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પશુપાલકોને માત્ર 2 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. તેની સાથે કેન્દ્ર સરકાર પણ આના પર છૂટ આપે છે.