IFFCO એ સર્જ્યો રેકોર્ડ, નેનો યૂરિયાની એક કરોડ બોટલનું ઉત્પાદન પૂર્ણ, જાણો ખેડૂતોને કઈ રીતે થશે ફાયદો ?

|

Nov 15, 2021 | 4:35 PM

ઈફ્કોનુ લક્ષ્ય આગામી બે વર્ષમાં કુલ યૂરિયા ઉત્પાદનનું 50 ટકા નેનો યૂરિયા લિક્વિડમાં રિપ્લેશ કરવાનો હેતુ છે. દાવો છે કે નેનો યૂરિયા લિક્વિડના ઉપયોગથી પાક ઉત્પાદનમાં સરેરાશ 8 ટકા વૃદ્ધિ થશે. એટલું જ નહીં પાકની ગુણવત્તામાં સુધારો થશે અને ખર્ચમાં ઘટાડો પણ થશે.

IFFCO એ સર્જ્યો રેકોર્ડ, નેનો યૂરિયાની એક કરોડ બોટલનું ઉત્પાદન પૂર્ણ, જાણો ખેડૂતોને કઈ રીતે થશે ફાયદો ?
US Awasthi, MD, IFFCO at Nano Urea Plant.

Follow us on

કૃષિ જગતમાં નવી ક્રાંતિ તરીકે જોવામાં આવતું નેનો યૂરિયા લિક્વિડ (Nano Urea liquid)નું ઉત્પાદન ઝડપી કરી દેવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને પરંપરાગત યૂરિયાથી છુટકારો મળી શકે. નેનો યૂરિયા નાઈટ્રોજનનો સ્ત્રોત છે જે છોડમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનનું નિર્માણ, છોડની સંરચના તેમજ વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી છે.

વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા ઈફ્કો (IFFCO)એ એક કરોડથી વધુ બોટલનું ઉત્પાદનને પાર કરી લીધું છે. હાલ તેના માત્ર એક જ પ્લાન્ટમાં તેનું નિર્માણ થઈ રહ્યું છે. ઈફ્કો (Indian Farmers Fertiliser Cooperative)ના એમડી યૂ.એસ અવસ્થીએ ગુજરાત સ્થિત કલોલ પ્લાંટમાં તેના નિર્માણમાં લાગેલા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ઈફ્કોનુ લક્ષ્ય આગામી બે વર્ષમાં કુલ યૂરિયા ઉત્પાદનનું 50 ટકા નેનો યૂરિયા લિક્વિડમાં રિપ્લેશ કરવાનો હેતુ છે. દાવો છે કે નેનો યૂરિયા લિક્વિડના ઉપયોગથી પાક ઉત્પાદનમાં સરેરાશ 8 ટકા વૃદ્ધિ થશે. એટલું જ નહીં પાકની ગુણવત્તામાં સુધારો થશે અને ખર્ચમાં ઘટાડો પણ થશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ પ્લાન્ટમાં પણ થશે પ્રોડક્શન

ઈફ્કો અધિકારી મુજબ પહેલા ચરણમાં વર્ષ 2021-22 દરમિયાન કલોલ એકમમાં પ્રોડક્શન ચાલુ છે. જ્યારે ઉત્તર પ્રદેશની આંવલા (બરેલી) અને ફૂલપુર (પ્રયાગરાજ) માં નેનો યૂરિયા પ્લાન્ટસનું નિમાર્ણ ચાલી રહ્યું છે. કંડલા તથા પારાદીપમાં તેની તૈયારી ચાલી રહી છે. શરૂમાં આ પ્લાન્ટમાં 500 એમએલની નૈની યૂરિયાની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 14 કરોડ બોતલની રહેશે જેને બાદમાં વધારીને 18 કરોડ બોટલ સુધી થવાનું અનુમાન છે.

જણાવામાં આવ્યું છે કે, ત્રીજા ચરણમાં વાર્ષિક 32 કરોડ બોટલનું ઉત્પાદન ક્ષમતાને પ્રાપ્ત કરવી છે. ત્યાર બાદ ખેડૂતોને યૂરિયાની ઉપલબ્ધીમાં મુશ્કેલી નહીં પડે. ઈફ્કો આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન સભ્યના રૂપે બ્રાઝીલ અને આર્જેંટીનામાં પણ નેનો યૂરિયા પ્લાન્ટ સ્થાપશે.

ક્યારે થઈ શરૂઆત

દેશમાં પહેલીવાર નેનો યૂરિયા લિક્વિડની જાહેરાત આ વર્ષ 31 મે ના કરવામાં આવી હતી. પરંતુ તેનો કમર્શિયલ ઉત્પાદન જૂનમાં શરૂ થયું હતું. તેનું ઉત્પાદન કલોલ સ્થિત નેનો બાયોટેકનોલોજી અનુસંધાન કેન્દ્રમાં શરૂ થયું. 500 એમએલ નેનો યૂરિયાની એક બોટલ સામાન્ય યૂરિયાના એક બેગ બરાબર હશે. એટલા માટે ખેડૂતોને તેના રાખવા અને લઈ જવામાં અનૂકુળતા રહેશે. આ આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે.

શા માટે ફાયદાનો સોદો છે નેનો યૂરિયા

નેનો યૂરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તેને લઈ ઈફ્કો લગભગ દરેક પ્રદેશમાં ખેડૂતો (Farmers)ને તાલીમ આપી રહ્યું છે. દાવો છે કે, આ પર્યાવરણને અનૂકુળ એટલે કે ઈકો ફ્રિન્ડલી છે. કારણ કે, માટીમાં યૂરિયાનો વધુ ઉપયોગમાં ઘટાડો આવશે. જેથી છોડમાં બીમારી અને કીટકોનો ખતરો પણ ઓછો રહેશે. તેનાથી પોષક તત્વોની ગુણવત્તા સારી રહે છે. તેના 500 એમએલની એક બોટલમાં 40,000 પીપીએમ નાઈટ્રોજન હોય છે. જે સામાન્ય યૂરિયાના એક બેગ બરાબર હોય છે.

વિશ્વસનીયતાના માપદંડ

નેનો યૂરિયા પર ખેડૂતોને વિશ્વાસ આવે એટલા માટે 94 પાક (Crops) પર તેને ટેસ્ટ કરવામાં આવ્યું. એટલું જ નહી 11,000 કૃષિ વિસ્તારમાં પ્રયોગ કરવામાં આવ્યું જેથી પાક પર તેની અસરકારકતાની જાણકારી મળી શકે. દાવા છે કે, આ પરીક્ષણોમાં એ જાણવા મળ્યું છે કે, પાક ઉત્પાદનમાં સરેરાશ 8 ટકાની વૃદ્ધિ થઈ છે.

 

આ પણ વાંચો: દાડમના સારા ભાવની ખેડૂતોને આશા, ઓછા ભાવમાં વેચાણને બદલે ખેડૂતોએ સંગ્રહને આપી પ્રાથમિકતા

આ પણ વાંચો: મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, ઘરમાં જ મશરૂમની ખેતી કરી આ મહિલા બની આત્મનિર્ભર

Next Article