PM Kisan: 13માં હપ્તાનો લાભ લેવા માગો છો તો જલ્દી કરી લો e-KYC અપડેટ, આ છે પ્રોસેસ

|

Nov 23, 2022 | 8:05 PM

ખેડૂતો તેમના ઘરની નજીક સ્થિત CSC/વસુધા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. આ માટે તેમની પાસેથી માત્ર 15 રૂપિયા ફી લેવામાં આવશે. ઉપરાંત, ઈ-કેવાયસી લાભાર્થીઓ મોબાઈલ નંબર પરથી OTP દ્વારા તેમના આધારને PM-કિસાન પોર્ટલ સાથે લિંક કરી શકે છે.

PM Kisan: 13માં હપ્તાનો લાભ લેવા માગો છો તો જલ્દી કરી લો e-KYC અપડેટ, આ છે પ્રોસેસ
PM Kisan
Image Credit source: File Photo

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. હવે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી તો તમે 13મા હપ્તાનો લાભ લઈ શકશો નહીં. વાસ્તવમાં, DBT એગ્રીકલ્ચર બિહારની વેબસાઈટ અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત બની ગયું છે, નહીંતર તેઓ આ યોજનાથી વંચિત રહેશે. સાથે જ ખાસ વાત એ છે કે હવે ખેડૂત લાભાર્થીઓ ઈ-કેવાયસી ઓનલાઈન સબમિટ કરી શકશે.

ખેડૂતો તેમના ઘરની નજીક સ્થિત CSC/વસુધા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. આ માટે તેમની પાસેથી માત્ર 15 રૂપિયા ફી લેવામાં આવશે. ઉપરાંત, ઈ-કેવાયસી લાભાર્થીઓ મોબાઈલ નંબર પરથી OTP દ્વારા તેમના આધારને PM-કિસાન પોર્ટલ સાથે લિંક કરી શકે છે. ખુશીની વાત છે કે હવે eKYC સબમિટ કરવા માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. તમે ઈચ્છો ત્યારે ઇ-કેવાયસી કરાવી શકો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઇ-કેવાયસી કેવી રીતે અપડેટ કરવું

  • સૌથી પહેલા pmkisan.gov.in પર જાઓ.
  • Pm Kisan Ekyc પર ક્લિક કરો.
  • તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • સર્ચ પર ક્લિક કરો.
  • આ પછી મોબાઈલ નંબર નાખો.
  • ત્યારબાદ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો.
  • ‘સબમિટ ફોર ઓથ’ પર ક્લિક કરો જો તમારી વિગતો આધાર સાથે મેળ ખાતી હોય તો તમારું PM કિસાન e-KYC સફળ છે અને K-YC અપડેટ સમાપ્ત થઈ જશે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબરે જ પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો જાહેર કર્યો હતો. આ વખતે દેશના 8 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. દરેકના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ માટે કેન્દ્ર સરકારે 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. પરંતુ હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોવા લાગ્યા છે. પરંતુ માત્ર ઈ-કેવાયસી કરાવનાર ખેડૂતોને જ 13મા હપ્તાનો લાભ મળશે.

Next Article