
જો તમે ચેરી ટામેટાની ખેતી (Tomato Farming) કરવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ચેરી ટામેટાની ખેતી (Cherry Tomato Cultivation)ની સાથે તેની જાતો વિશે પણ જણાવીશું જે તમને સારી એવી કમાણી કરાવી શકે છે. ચેરી ટામેટા દેખાવમાં જેટલા રંગીન અને ખાવામાં રસદાર હોય છે તેટલા જ તે ઉગાડવામાં પણ સરળ હોય છે. ચેરી ટામેટાંમાં કેલરી ઓછી હોય છે, પરંતુ તેમાં ફાઈબર, વિટામીન A અને C અને કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે લ્યુટીન, લાઈકોપીન અને બીટા કેરોટીન હોય છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાની સાથે તેની ખેતી નફાકરક પણ છે, ત્યારે જેઓ તેમના ખેતરમાં તેની ખેતી કરવા માંગે છે. તેમને આજે અમે ચેરી ટમેટાની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ચેરી ટામેટાની જાતો, બ્લેક ચેરી(Black Cherry), ચેરી રોમા(Cherry Roma), ટામેટા ટો(Tomato Toe), કરન્ટ(Currant), યલો પિઅર(Yellow Pear) પ્રમાણે છે.
સનબર્ન, બ્લોસમ એન્ડ રોટ, ફંગલ ઈન્ફેક્શન અને વ્હાઈટફ્લાય ચેરી ટામેટા માટે જોખમ ઊભું કરી શકે છે.
ચેરી ટામેટા પોટેશિયમનો સારો સ્ત્રોત છે અને શરીરમાં હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. ચેરી ટામેટા એ એક સમૃદ્ધ સુપરફૂડ છે, જે શરીરની ઘણી સિસ્ટમોને લાભ આપે છે. ચેરી ટામેટાના પોષક તત્ત્વો તંદુરસ્ત ત્વચા, વજન ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યને મદદરૂપ થાય છે.
આ પણ વાંચો: Success Story: આ પ્રગતિશીલ ખેડૂતે કરી દુનિયાના સૌથી મોંઘા શાકભાજીની ખેતી, કિંમત જાણી ચોંકી જશો
આ પણ વાંચો: Tech News: હવે ફોનની બેટરી જલ્દી ખતમ નહીં થાય! જો કોઈ એપ આ કામ કરશે તો યુઝરને મળશે એલર્ટ
Published On - 3:21 pm, Mon, 21 March 22