Govt Scheme : કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની પ્રક્રિયા થઈ ગઈ સરળ, ખેડૂતોને 14 દિવસમાં ઉપલબ્ધ થશે KCC

|

Sep 21, 2023 | 7:27 PM

Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. ખેડૂત ભાઈઓને હવે માત્ર 14 દિવસમાં તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે. કાર્ડ માટે અરજી કર્યા પછી 14 દિવસમાં પ્રાપ્ત થશે. મહત્વનુ છે કે આ અંગે ખેડૂતોમાં જાગૃતિ વધારવા માટે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

Govt Scheme : કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની પ્રક્રિયા થઈ ગઈ સરળ, ખેડૂતોને 14 દિવસમાં ઉપલબ્ધ થશે KCC

Follow us on

ખેડૂતોની મદદ માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ ચાલી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ સરકાર દ્વારા ખેડૂતોને ખેતી દરમિયાન આર્થિક સમસ્યાઓના સમયે મદદ કરવા માટે બનાવવામાં આવે છે. જેની મદદથી ખેડૂતોને આર્થિક લાભ મળી શકશે.

તમને જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એક સરકારી યોજના છે જે 1998માં ખેડૂતોને વધારાની ક્રેડિટ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂત ભાઈઓને લોન મળે છે. આ ઉપરાંત પાત્ર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે બચત ખાતું પણ આપવામાં આવે છે. જેના પર ખેડૂતોને સારા દરે વ્યાજ મળે છે.

હવે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની પ્રક્રિયા સરકાર દ્વારા સરળ કરવામાં આવી છે. અરજી કાર્ય પૂર્ણ કર્યા પછી, બેંક દ્વારા માત્ર 14 દિવસમાં કાર્ડ બનાવવામાં આવશે અને ખેડૂતને આપવામાં આવશે.

આ ફેરફારો કરવામાં આવ્યા

અરજી કર્યા પછી 14 દિવસમાં આ ક્રેડિટ કાર્ડ ખેડૂતને પ્રાપ્ત થશે. જોકો હવે અરજી પ્રક્રિયા દરમ્યાન દસ્તાવેજો પર વધારાની ફી દૂર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. જાગૃતિ વધારવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ મહત્વપૂર્ણ દસ્તાવેજો  જરૂરી

  • અરજી પત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • જમીન દસ્તાવેજો
  • ઓળખ કાર્ડ જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ
  • સરનામાનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, મતદાર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Published On - 6:54 pm, Thu, 21 September 23

Next Article