
કૃષિ ક્ષેત્રમાં ડ્રોન એક આધુનિક સાધન છે, જેના ઉપયોગ દ્વારા ખેડૂતો તેમની મહેનત અને સમય બંનેની બચત કરી શકે છે. આ સાથે જ પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં પણ મદદરૂપ થાય છે. ખેડૂતો તેના ઉપયોગથી પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય છે. નીંદણ અને જંતુઓથી પ્રભાવિત વિસ્તારોને ડ્રોનના ઉપયોગથી શોધી શકાય છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેથી તેમની પાક ઉત્પાદનની સાથે આવક પણ વધી શકે છે. ડ્રોનના ભાવ વધારે હોવાથી ખેડૂતો તેને ખરીદી શકતા નથી. તેથી તેના પ્રચાર-પ્રસાર માટે સરકાર ડ્રોનની ખરીદી પર બમ્પર સબસિડી આપી રહી છે.
મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે. તેથી એગ્રી ડ્રોનની ખરીદી માટે 75 ટકા સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/SC કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે.
कृषि उत्पादक संगठनों {#FPO} को ड्रोन की खरीद पर 75% तक अनुदान।#NCCT #सहकारसेसमृद्धि #AmitShah #NarendraModi #Cooperative #DawoodIbrahim #ChinaEarthquake #SalaarReleaseTrailer #BB17 #COVID19 #PMFME #dairy #IPL2024Auction #internetdown #deprem pic.twitter.com/gsPFiL2f4u
— National Council for Cooperative Training (@ncct_institutes) December 19, 2023
આ પણ વાંચો : કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો પાકના બચાવ માટે કરો આ ઉપાય
કૃષિ ડ્રોન એક માનવ રહિત સાધન છે અને તેને સોફ્ટવેર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમાં જીપીએસ આધારિત નેવિગેશન સિસ્ટમ અને સેન્સર હો છેલ જે બેટરીની મદદથી કામ કરે છે. કેમેરા, જંતુનાશક છંટકાવ મશીન વગેરે જેવા સાધનો પણ તેમાં લગાવવામાં આવ્યા હોય છે. ડ્રોન 20 એકર વિસ્તારમાં ખાતર અને દવાનો છંટકાવ કરી શકે છે.