ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ

|

Nov 16, 2021 | 2:52 PM

PM Kisan Samman Nidhi Yojana: ગત વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં અત્યાર સુધીમાં, સરકારે દેશના 11.37 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા છે.

ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ
Farmer (File Pic)

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત ખેડૂતો (Farmers)ના ખાતામાં આગામી હપ્તાના પૈસા ટૂંક સમયમાં આવવાના છે. જો ખેડૂતો દસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તો 15મી ડિસેમ્બરે ખાતામાં દસમા હપ્તાના  (10th installment) 2,000 રૂપિયા આવશે.

ગત વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર (Money transfer) કર્યા હતા. જેમાં અત્યાર સુધીમાં, સરકારે દેશના 11.37 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કર્યા છે.

આ ખેડૂતોને મળશે 4,000 રૂપિયા

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી 9મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

તમને પૈસા મળશે કે નહીં આ રીતે તપાસો

જો તમે PM કિસાન યોજના માટે નોંધણી કરાવી છે, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારું નામ આ યોજનાના લાભાર્થીઓ(Beneficiaries)ની યાદીમાં છે કે નહીં.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

1. સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.
2. તેના હોમપેજ પર, તમે ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ જોવા મળશે.
3. ફાર્મર્સ કોર્નર વિભાગની અંદર, તમારે લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કરો.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.
5. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

આ રીતે હપ્તાની સ્થિતિ તપાસો

વેબસાઇટ પર જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી લાભાર્થી સ્થિતિ વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ એક નવું પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

 

આ પણ વાંચો: IFFCO એ સર્જ્યો રેકોર્ડ, નેનો યૂરિયાની એક કરોડ બોટલનું ઉત્પાદન પૂર્ણ, જાણો ખેડૂતોને કઈ રીતે થશે ફાયદો ?

આ પણ વાંચો: બુસ્ટર ડોઝ નક્કી ? દુનિયાભરના દેશોમાં આપવામાં આવી રહ્યો છે કોરોના બુસ્ટર ડોઝ, જાણો ભારતની સ્થિતિ

Next Article