ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

|

Sep 27, 2021 | 12:02 PM

ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી (INST) ના સંશોધકોએ કાર્બનથી બનેલું રેપર (કાગળ) વિકસાવ્યું છે જે ફળોને બગાડથી બચાવશે. સંશોધકોનું કહેવું છે કે ફળોની સેલ્ફ લાઈફ વધારવા માટે તેનો ઉપયોગ રેપર તરીકે થઈ શકે છે.

ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે
Fruits

Follow us on

સંશોધકોએ એવી ટેકનોલોજી (Technology) વિકસાવી છે કે જેના દ્વારા ફળોને (Fruits) વહેલા બગાડથી બચાવી શકાય. આ એક કાગળ છે જે પ્રિઝર્વેટિવ્સથી સજ્જ છે. તે એક પ્રકારનું રેપર છે અને તેની ખાસ વાત એ છે કે તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે. પ્રારંભિક પ્રયોગમાં પરિણામો સારા આવ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતોની (Farmers) મોટી સમસ્યા આવનારા સમયમાં હલ થઈ શકે છે.

મોહાલીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધકોએ કાર્બનથી બનેલું સંયુક્ત કાગળ વિકસાવ્યું છે જે ફળોને બગાડથી બચાવશે. સંશોધકોનું કહેવું છે કે ફળોની સેલ્ફ લાઈફ વધારવા માટે તેનો ઉપયોગ રેપર તરીકે થઈ શકે છે.

ખેડૂતોને ફાયદો થશે

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ નવી શોધ અંગે સંશોધકોએ કહ્યું છે કે આ નવી પ્રોડક્ટ ફળોના સેલ્ફ લાઈફમાં વધારો કરશે એટલું જ નહીં, તેનાથી ખેડૂતો અને વેપારીઓને ઘણો ફાયદો થશે. આ રેપર કાર્બન (ગ્રાફીન ઓક્સાઈડ) ના સંયુક્ત મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે સંકળાયેલી સ્વાયત્ત સંસ્થા નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધકો ડો. વિજય કુમારના નેતૃત્વમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક

હાલમાં ફળોના બગાડને રોકવા માટે મીણ અથવા ખાદ્ય પોલિમરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં તેમાંથી લગભગ 50 ટકા ફળો બગડી જાય છે. કેટલીકવાર તેમાં રાસાયણિક કોટિંગ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. પરંતુ આ રેપર સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સંશોધકો દાવો કરે છે કે ફળો માટે આ રેપરનો ઉપયોગ કરવાથી ફળોની ગુણવત્તાને અસર નહીં થાય.

તાજા ફળથી થતા લાભ

તે એન્ટી ઑક્સીડેન્ટ ગુણધર્મો ધરાવે છે જે શરીરને ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને કેન્સર નિવારણમાં મદદ કરે છે. ફળોમાં ભરપૂર પાણી રહેલું છે જેનાથી શરીરમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પાછું મળે છે. આ જ કારણસર સ્પોર્ટ્સના ખેલાડીઓ ઘણાં બધાં ફળ ખાય છે. કેલ્શિયમના પ્રમાણને કારણે ફળો હાડકાંના અને  દાંતના વિકાસ માટે સારા છે અને એજ રિલેટેડ ડીજનરેટિવ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : Aloe Vera Farming : એલોવેરાની ખેતીથી આ ગામને મળી ઓળખ, પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો છે ઉલ્લેખ

આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ જુદા-જુદા પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે એડવાઈઝરી જાહેર કરી

Next Article