કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ અને જલ શક્તિ પ્રહલાદ પટેલે (Prahlad Patel) કુંડલી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની (National Institute of Food Technology Entrepreneurship and Management – NIFTM) મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મંત્રાલય હોય કે ઉદ્યોગ, બંને ફૂડ પ્રોસેસિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે કરોડરજ્જુ સમાન છે. વિશ્વભરમાં ભારતીય ખાદ્યપદાર્થોમાં રસ વધ્યો છે, પરંતુ સાથે સાથે તેમાં નવી શોધો કે સંશોધનો થતા રહે તેવી અપેક્ષા છે. NIFTEM આ કાર્ય ખૂબ જ સારી રીતે કરી રહ્યું છે.
સાથે જ તેમણે કહ્યું કે કોઈપણ શાકભાજી, ફળ કે અનાજ જે ઝડપથી બગડી જાય છે, તેને લાંબા સમય સુધી કેવી રીતે સારી રીતે રાખી શકાય. NIFTEM આ મામલે કામ કરી રહ્યું છે. કોઈપણ અનાજ અથવા કોઈપણ ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત કેવી રીતે બનાવવું તે માટે અમને વ્યાવસાયિકોની જરૂર છે.
આ કામ NIFTEM માં પણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે NIFTEM રાજ્યમાં દરેક ખાદ્યપદાર્થોના ટેસ્ટિંગની સુવિધા ધરાવે છે. ફૂડ પ્રોસેસિંગની પરંપરાગત પદ્ધતિઓને આજની આધુનિક પ્રોસેસિંગ તકનીકો સાથે સાંકળવાની જરૂર છે.
ખેડૂતોના પાકનો બગાડ થાય છે
કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે રોજેરોજ સાંભળવા મળે છે કે ખેડૂતોની (Farmers) ઉપજ કે તેમનો પાક બગડે છે. તેનું કારણ હંમેશા કુદરતી આફત નહોતું, પરંતુ લણણી પછીના ઉત્પાદન માટે સંગ્રહની યોગ્ય વ્યવસ્થા ન મળવાનું પણ એક કારણ હતું. ખેડૂતો પોતાની મહેનતથી પાકનું સારું ઉત્પાદન કરે છે, પરંતુ જ્યારે સંગ્રહની વાત આવે છે ત્યારે તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખેડૂતોની આ સમસ્યાને દૂર કરવા કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે કામ કરતાં કોલ્ડ ચેઈન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
નિકાસ પર ધ્યાન આપો
આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોની આવક વધારવા માટે મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતો પાક નિષ્ફળતાથી બચી શકે. કારણ કે આ ફૂડ પાર્કમાં પાકને અનુકૂળ વાતાવરણ મળે છે, જેથી તે ઘણા દિવસો સુધી બગડે નહીં અને તેની બહાર નિકાસ કરી શકાય, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળે છે.
આ પણ વાંચો : Kisan Diwas 2021: શા માટે 23 ડિસેમ્બરે જ મનાવાય છે કિસાન દિવસ? જાણો તેના મહત્વ વિશે
આ પણ વાંચો : Kisan Diwas 2021: ખેડૂતોના વિકાસ માટે એક મોટું નેટવર્ક કામ કરે છે, છતાં અન્નદાતાઓ નારાજ છે!