ખેડૂતોએ જાન્યુઆરી માસમાં શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Jan 11, 2022 | 4:42 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ જાન્યુઆરી માસમાં શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Vegetable Crops Farming

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની (Seed) પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શાકભાજીના (Vegetable Crops) પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

1. કોબીજ / કોલીફલાવર

જીવાણુથી થતો કાળો કોહવારો અટકાવવા રોગની શુઆત થાય ત્યારે સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧ ગ્રામ + કોપર ઓકઝીકલોરાઈડ ૫૦ વે.પા. ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

2. મરચી

થ્રીપ્સનાં ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મિજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ % + એસીટામીપ્રીડ ૭.૭ % એસસી ૧૦ મિ.લી. અથવા થાયામેથોકઝામ ૧૨.૬ % + લેમડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી ૩ મિ.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લી. અથવા ફ્રીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

3. બટાકા

સુકારાના નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૧૦ મિ.લી. અથવા પ્રોપીનેબ ૧૫ ગ્રામ / ૧૦ લીટર પાણીના છંટકાવ કરવો.

4. ભીંડા

ચુસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે બિજને થાયોમિથોક્ઝામ ૫ ગ્રામ. / કિલો ગ્રામ માં ભેળવી વાવણીના ૧૨ કલાક પહેલા બિજને માવજત આપવું.

5. ટમેટી

આગોતરા સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા લીમડાનાં તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી જરૂરીયાત મુજબ છંટકાવ કરવા.

ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

રીંગણી, મરચી કુકડવા રોગના નિયંત્રણ માટે કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પદ્ધતિથી આપવી.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : PM Kisan Yojana: 7 લાખ ખેડૂતોએ પરત કરવા પડશે 10માં હપ્તાના પૈસા, વિધાનસભા ચૂંટણી બાદ જાહેર થશે નોટિસ

આ પણ વાંચો : Bamboo farming: કેન્દ્ર સરકારે વાંસની ખેતી અંગેના નિયમોમાં કરેલા ફેરફારથી વાંસ ઉદ્યોગમાં ભારે તેજી

Published On - 4:36 pm, Tue, 11 January 22

Next Article