
ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે દાડમ, પપૈયા, નાળીયેરી અને લીંબુના પાકમાં શું કરવું.
દાડમ
1. દાડમની રૂબી, મૃદુલા, ગણેશ, ભગવા જાતનું વાવેતર કરો.
2. સુક્ષ્મ તત્વોની ઉણપથી તેની ગુણવત્તા, કદ, સ્વાદ, પરિપક્વતા, રોગ પ્રતિકારક શક્તિ, કદ જાળવણી વગેરે ઉપર અસર થાય છે.
3. ખેતીમાં જીવામૃત, બીજામૃત, પંચગવ્ય વગેરેનો પાકની સ્થિતિને ધ્યાને રાખી ઉપયોગ કરો.
નાળીયેરી
1. ખરી પડતા અટકાવવા પાનક્થીરી જીવાતનું નિયંત્રણ કરવું પડે તે માટે લીમડા આધારિત દવાનું મૂળ શોષણ પધ્ધતિ દ્વારા ૨ માસ અંતરે ૨ કે ૩ વાર આપવું.
પપૈયા
1. પપૈયામાં કોહવારોના નિયંત્રણ માટે થડ ફરતે બોર્ડોપેસ્ટ લગાવો વધુમાં કોપર ઓકઝીકલોરાઈડના દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું.
2. પપૈયાના ધરૂ માટે પોલીકમશેડ નેટ હાઉસમાં ઉછેર કરવો.
3. પાનનો કોકડવા / પચ રંગીયો / રીંગ સ્પોટ વાયરસનાં નિયંત્રણ માટે લીમડાનું તેલ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.
લીંબુ
1. લીંબુના કોરિયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોરાપ્રાઈડ ૪ મિલી/૧૦લી. પાણીમાં નાખી છંટકાવ કરવો.
2. થડને પાણીનો સીધો સંપર્ક ન થાય તે માટે બોર્ડોપેસ્ટ થડને ફરતે લગાવો.
તમાકું
1. તમાકુમાં વાંકુલાનાં નાશ માટે ઉગતાની સાથે ટોચ ઉપર કેરોસીન, ડીઝલ, લીંબોડી, કપાસ, સોયાબીન જેવા તેલનાં બે ટીંપા મુકવાથી તેની નાશ થાય.
2. ભલામણ કરેલ જાતો આણંદ-૧૧૯, જી.ટી.-૫, જી.ટી.-૯, જી.ટી.એચ.-૧, ગુજરાત તમાકુ-૯, જી.સી.ટી.-૩
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર ! પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના 2,000 રૂપિયા 9 ઓગસ્ટે મળશે, કૃષિ મંત્રીએ આપી જાણકારી
આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કઠોળ વર્ગના પાક અને શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Published On - 11:06 am, Sat, 7 August 21