ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Sep 21, 2023 | 1:29 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.

ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Soybean Farming

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.

સોયાબીનના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ગર્ડલ બીટલ માટે કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા થાયોમીથોકઝામ૧૨.૬ + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડ.સી. ૪ મિ.લિ. ૧ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

2. લશ્કરી ઇયળનાં નિયંત્રણ માટે એન.પી.વી. નો છંટકાવ કરો તેમજ બેસિલસ થુરેન્જીન્સીસ જીવાણુંનાં પાવડર ૧૫ ગ્રામ અથવા બ્યુવેરીયા બાસિયાના ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

3. સોયાબીનની બે હાર વચ્ચે જીસીએચ-૭ દિવેલા જાતનું વાવેતર કરો.

જુવારના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. જુવારના મધિયાથી બચવા માટે થાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં  અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.

2. શરૂઆતની અવસ્થાએ સાંઠાની માખી કે ગાભમારોની ઈયળનો ઉપદ્રવ જણાય તો કવીનાલફોસ ર૦ મીલી અથવા ટ્રાઇઝોફોસ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

3. ગેરુના નિયંત્રણ માટે ૦.ર ટકા મેન્કોઝેબ અથવા ર ટકા ઝાયનેબના બે છંટકાવ રોગ શરૂ થાય ત્યારે અને બીજો છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા.

આ પણ વાંચો : Flower Farming: આ ફૂલની ખેતી કરીને ખેડૂતો બનશે માલામાલ, 1 વીઘામાંથી થઈ શકે 9 લાખ રૂપિયા સુધીની કમાણી

4. મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીબોળીની મીંજ ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો.

5. જુવારમાં તીતીઘોડાનાં નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીયોન ૨ % ભૂકી ૨૫ કિ.લો. પ્રતિ હેક્ટર પ્રમાણે શેઢા પાળ ઉપર છાંટવી અથવા ડીડીવીપી દવા ૧.૨૫ લિટર ૨૫૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટર વિસ્તારમાં ઉભા પાકમાં પુન્કી દેવી.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article