બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોની આવકમાં થશે વધારો, ફળ અને શાકભાજી પાકોની સરળતાથી થઈ શકશે વિદેશમાં નિકાસ

સરકાર ફળ પાકના છોડની ખેતી પર ખેડૂતોને સબસિડી આપી રહી છે. 1 હેક્ટરમાં બગીચા માટે પ્રથમ વર્ષમાં 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. જો છોડ બીજા વર્ષે અને ત્રીજા વર્ષમાં ટકી રહે તો તેના માટે 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર બાગાયતી પાકનું વાવેતર કરી શકે છે. ફળ પાક અને શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોની આવકમાં વધારો થશે.

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોની આવકમાં થશે વધારો, ફળ અને શાકભાજી પાકોની સરળતાથી થઈ શકશે વિદેશમાં નિકાસ
Farmers Income
| Edited By: | Updated on: Oct 15, 2023 | 1:47 PM

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ફળ પાક અને શાકભાજીની ખેતી (Vegetables Framing) કરનારા ખેડૂતોની આવકમાં (Farmers Income) વધારો થશે. હવે બિહારમાંથી ફળો અને શાકભાજીની સીધી વિદેશમાં નિકાસ થશે. આ માટે દરભંગામાં એક્સપોર્ટ પેક હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. કૃષિ વિભાગે તેને મંજૂરી આપી દીધી છે. તેનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે. અત્યારે બિહારમાંથી ફળ અને શાકભાજીના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવા માટે અન્ય રાજ્યોની મદદ લેવી પડે છે.

પાકોની નિકાસ કરવામાં સરળતા રહેશે

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ખેડૂતોને પાક ઉત્પાદનોના વધારે સારા ભાવ મળશે જેના કારણે તેની આવકમાં વધારો થશે. બિહારમાં શાકભાજી અને ફળોનું ઉત્પાદન થાય છે, તેની વિદેશમાં નિકાસ કરવા માટે અત્યારે કોઈ પેક હાઉસ નથી. પટનામાં પેક હાઉસ બનાવવાનો દરખાસ્ત છે. આ પહેલા દરભંગામાં પેક હાઉસની મંજૂરી મળ્યા બાદ શાકભાજી અને ફળ પાકોની નિકાસ કરવામાં સરળતા રહેશે.

પેક હાઉસ હશે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ

બિહાર સરકારના કૃષિ વિભાગના જણાવ્યા મૂજબ શિવધારા બજાર સમિતિ, દરભંગામાં જે પેક હાઉસ બનાવવામાં આવી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હશે. પેકિંગ અને સ્ટોરેજ વગેરેની સુવિધા આપવામાં આવશે. પેક હાઉસના નિર્માણ બાદ બિહાર અગ્રણી નિકાસ કરતા રાજ્યોમાં સામેલ થશે. શાહી લીચી, મખાના, ભાગલપુરની જરદાલુ કેરી, કતરણી ચોખા, ડાંગર, બિહારના મગહી પાનની પણ વિદેશી બજારમાં માગ છે. તેને GI ટેગ મળ્યો છે.

આ પણ વાંચો : સફરજનની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય, લાખો ખેડૂતોને થશે ફાયદો

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 30,000 રૂપિયાની સબસિડી

બિહાર સરકાર ફળ પાકના છોડની ખેતી પર ખેડૂતોને સબસિડી આપી રહી છે. 1 હેક્ટરમાં બગીચા માટે પ્રથમ વર્ષમાં 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. જો છોડ બીજા વર્ષે અને ત્રીજા વર્ષમાં ટકી રહે તો તેના માટે 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર બાગાયતી પાકનું વાવેતર કરી શકે છે. તેનાથી ખેડૂતની આવકમાં વધારો થશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો