ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ પર ખેડૂતોને મળશે સબસિડી, જાણો આ યોજના વિશે વિગતવાર માહિતી

|

Nov 19, 2023 | 6:57 PM

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એ એક સિંચાઈ પદ્ધતિ છે જે માત્ર પાણીની બચત જ નથી કરતી પણ ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તેમાં છોડને ખોરાક બનાવવા માટે જેટલા પાણીની જરૂરિયાત હોય છે તેટલું પાણી આપી શકાય છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન માટેનો છે.

ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ પર ખેડૂતોને મળશે સબસિડી, જાણો આ યોજના વિશે વિગતવાર માહિતી
Sprinkler Irrigation

Follow us on

દેશના જુદા-જુદા રાજ્યના ખેડૂતો દ્વારા રવિ સિઝનના પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. વાવેતર બાદ ખેતરમાં યોગ્ય સિંચાઈ કરવાની પણ જરૂરિયાત રહે છે. ખેડૂતો પરંપરાગર સિંચાઈની સાથે નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ દ્વારા પાકમાં પાણી આપી રહ્યા છે. આ રીતે ખેડૂતો પાણીની તો બચત કરે છે સાથે જ નાણાંની પણ બચત કરે છે.

ખેડૂતોને 80 ટકા સુધીની સબસિડી

ખેડૂતોને સહાય કરવા માટે બિહાર સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ પર ખેડૂતોને 80 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે અને સાથે જ તેમની આવકમાં પણ વધારો થશે.

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શું છે?

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એ એક સિંચાઈ પદ્ધતિ છે જે માત્ર પાણીની બચત જ નથી કરતી પણ ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તેમાં છોડને ખોરાક બનાવવા માટે જેટલા પાણીની જરૂરિયાત હોય છે તેટલું પાણી આપી શકાય છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન માટેનો છે. આ પદ્ધતિ દ્વારા સિંચાઈ કરવાથી પાણીની બચત થાય છે સાથે જ ભૂગર્ભ જળનું સ્તર પણ જળવાઈ રહે છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

યોજનાનો લાભ લેવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

જે ખેડૂતો આ યોજના માટે અરજી કરવા માંગે છે તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. તેમની પાસે ખેતી લાયક જમીન હોવી જરૂરી છે. આ ઉપરાંત યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજોની જરૂર પડશે. ખેડૂત પાસે આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી, પાસપોર્ટ ફોટો, જમીન માલિકીનું પ્રમાણપત્ર અથવા ટેક્સ રસીદ અને આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

આ પણ વાંચો : ખેડૂતોને ઘરે બેઠા મળશે ખેતી સંબંધિત તમામ માહિતી, રાજ્ય સરકારે શરૂ કરી એગ્રીકલ્ચર AI ચેટબોટ એપ

સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ સબસિડીનો લાભ મેળવવા માટે, અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારો બિહાર સરકારના બાગાયત વિભાગની વેબસાઇટ પર અરજી કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:56 pm, Sun, 19 November 23

Next Article