Kisan Credit Card: ખેડૂતોને ઓછા વ્યાજ દરે 3 લાખ સુધીની મળે છે લોન, કિસાન ક્રેડિટ કાર્ડ માટે આ રીતે કરો એપ્લાઇ

|

Feb 12, 2022 | 2:00 PM

Kisan Credit Card: ખેડૂતોને શાહુકારોના ચુંગલમાંથી છોડાવવા માટે અને ખેતી માટે સસ્તી લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) આ એક શાનદાર સ્કીમ છે. આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

Kisan Credit Card: ખેડૂતોને ઓછા વ્યાજ દરે 3 લાખ સુધીની મળે છે લોન, કિસાન ક્રેડિટ કાર્ડ માટે આ રીતે કરો એપ્લાઇ
kisan credit card

Follow us on

જ્યારે પાક લણવામાં આવે છે અને બજારમાં જાય છે, ત્યારે ખેડૂતના (Farmers) હાથમાં પૈસા આવે છે. સામાન્ય રીતે આવા પ્રસંગો વર્ષમાં ત્રણ-ચાર વખત આવે છે, જ્યારે ખેડૂતના ખિસ્સામાં પૈસા હોય છે. વાવણીથી લઈને લણણી અને પછી તેને બજારમાં લઈ જવા સુધીનો તમામ ખર્ચ થાય છે. આ ખર્ચને પુરા કરવા માટે ખેડૂતોને શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડે છે, આ વ્યાજ ચુકવવામાં ખેડૂતોની કમાણી શાહુકારો પાસે જાય છે.

ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) યોજના શરૂ કરી છે. KCC દ્વારા ખેડૂતો તેમની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા બેંક પાસેથી લોન લઈ શકે છે અને તે પણ નજીવા વ્યાજ પર આપે છે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ યોજના ધિરાણ અને કૃષિ કલ્યાણ પરના ઈનપુટ્સ માટે રચાયેલી વિશેષ સમિતિની ભલામણો પર આધારિત હતી. KCC ખેડૂતોને ખેતી, પાક અને ખેતરની જાળવણીના ખર્ચને આવરી લેવા માટે લોન આપે છે.

ખેડૂતોની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. ખેડૂતો ગામમાં કોઈની પાસેથી લોન લે છે, જેના કારણે તેમને બેંક કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડે છે. આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે વર્ષ 1998માં કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) શરૂ કર્યું, જેથી દેશના ખેડૂતોને વ્યાજબી દરે લોન મળી શકે. આ યોજના ઓગસ્ટ 1998માં શરૂ કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કિસાન ક્રેડિટ કાર્ડ સાથે કયા પ્રકારની લોન મળે છે?

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા વિવિધ બેંકો દ્વારા ખેડૂતોને લોનની રકમ આપવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતો અનેક પ્રકારની લોન લઈ શકે છે. આનાથી તેઓ ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે અને તેમની આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધારી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને આ પ્રકારની લોન મળે છે-

1-પાક લોન
2-ફોર્મ ઓપરેટિંગ લોન
3-ફાર્મ ઓનરશિપ લોન
4-કૃષિ વ્યવસાય
5-ડેરી પ્લસ સ્કીમ
6-બ્રોઇલર પ્લસ સ્કીમ
7-બાગાયત લોન
8-ફાર્મ સ્ટોરેજ સુવિધાઓ અને વેરહાઉસિંગ લોન
9-લઘુ સિંચાઈ યોજના
10-જમીન ખરીદી યોજના વગેરે.

કિસાન કાર્ડ માટે કોણ પાત્ર છે?

કોઈપણ જે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે તે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે મહત્તમ વય 75 વર્ષ હોવી જોઈએ. લોન લેનાર એક વ્યક્તિ સિનિયર સીટીઝન હોય છે તો આ સાથે જ બીજો વ્યક્તિ કાનૂની વારસદાર હોવો જોઈએ.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

જો તમે ખેડૂત છો અને ક્રેડિટ કાર્ડની સુવિધા લેવા માંગો છો તો તમારે કેટલાક દસ્તાવેજો આપવા પડશે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે મતદાર આઈડી કાર્ડ અને પાન કાર્ડ અથવા પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે જેવા દસ્તાવેજો જરૂરી છે. આ સિવાય જમીનના કાગળો પણ હોવા જોઈએ.

ખેડૂતોને ત્રણ લાખ સુધીની લોન મળશે

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો ખૂબ જ ઓછા વ્યાજ દરે સરળતાથી ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પાંચ વર્ષ માટે માન્ય છે. સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પર બે ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે અને જો તમે સમયસર પેમેન્ટ કરો છો તો તમને ત્રણ ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ બધાને જોડીને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને માત્ર 4 ટકાના વ્યાજ દરે સરળતાથી લોન મળે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?

જો તમે ખેડૂત છો અને KCC લેવા માંગો છો તો તેના માટે અરજી કરવાની એક ખૂબ જ સરળ રીત છે. સૌ પ્રથમ તમારે બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે, જ્યાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. અહીં તમને કિસાન ક્રેડિટ કાર્ડ લાગુ કરવાનો વિકલ્પ દેખાશે. તમારે અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે. આમાં તમારી પાસેથી નામ, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી પૂછવામાં આવે છે. પછી તમે સબમિટ બટન પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી પર પ્રક્રિયા કરવામાં ત્રણથી ચાર કામકાજના દિવસો લાગે છે.

કઈ બેંકો કિસાન ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે?

ઘણી બેંકો છે, જેના દ્વારા તમે કિસાન ક્રેડિટ કાર્ડ લોન લઈ શકો છો. તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) વગેરે દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ લોન મેળવી શકો છો.

આ પણ વાંચો : Hijab Controversy: કર્ણાટક હિજાબ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી, કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન

આ પણ વાંચો : Gujarat Titans IPL 2022 Auction: ગુજરાતની ટીમે કયા ખેલાડી પર કેટલા પૈસા વરસાવ્યા, જુઓ યાદી

Next Article