ખેડૂતોએ જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

|

Sep 24, 2023 | 1:18 PM

વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.

ખેડૂતોએ જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

Follow us on

ખરીફ સિઝનમાં ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શાકભાજીના પાકમાં (Vegetables Crop) રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજી: શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થયોફનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

ગુવાર: ગુવારમાં ભૂકી છારાનાં નિયંત્રણ માટે હેકઝાક્રોનાઝોલ ૧૦ મીલી/૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રીંગણ: ડુંખ અને ફળ કોરી ખાનારી ઈયળ માટે રીંગણીની ફેર રોપણી સપ્ટેમ્બરમાં કરવાથી ઓછો ઉપદ્રવ આવે છે. ફેર રોપણીનાં એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ / હે. સામુહિક ધોરણે મુકવા.

કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એમાંમેક્ટીન બેન્ઝોએટ ૫ વેગ્રે ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા કલોરાનટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૨.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઈસી ૫ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૫ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ટામેટા: પાનકોરીયું અને પર્ણ–વ-ફળ વેધક માટે ક્લોરાનટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા ફ્લ્યુબેનિડયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટકનાશક બદલી છંટકાવ કરવો.

મરચી: થ્રીપ્સ માટે ફેર રોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફયુરાન ૩ જી ૧૭ કિ.ગ્રા. / હે. પ્રમાણે આપવી. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લી.નો છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:17 pm, Sun, 24 September 23

Next Article