આ અનોખો કિસ્સો તુર્કીનો છે. જ્યાં એક ખેડૂતે તેની ગાયોને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ(Virtual Reality Goggles) પહેરાવ્યા છે. આ ચશ્માની મદદથી તે ગાયોને અનુભવ કરાવે છે કે તેઓ ઉનાળાની ઋતુમાં ખુલ્લા મેદાનમાં ચરવા નીકળી છે, જેની ગાયો પર સકારાત્મક અસર પડી છે. ખેડૂત અનુસાર ગાયો ગૌચરમાં ચરવાના આ વર્ચ્યુઅલ અનુભવથી ખુશ થઈ અને વધુ દુધ આપે છે.
પશુપાલક (Pastoralist) તેમના દુધ ઉત્પાદન માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે જેમાં પશુઓના ચારાથી લઈ તેમની દેખરેખ સહિત ઘણી બાબતો પર ધ્યાન આપતા હોય છે. પશુપાલન (Animal Husbandry)નો વ્યવસાય દુનિયાભરમાં કરવામાં આવે છે ત્યારે ઘણા લોકો દ્વારા લગાવામાં આવતા આઈડિયા ખુબ કારગર સાબિત થતા હોય છે જેનાથી તેમને તો ફાયદો થાય છે સાથે સાથે બીજા લોકોને પણ તેમાંથી ઘણું શીખવા મળે છે.
ઇઝ્ઝત કોકાક તુર્કીના અક્સારાય શહેરમાં રહે છે. ઉનાળામાં તેમની ગાયોને ખુલ્લા આકાશ નીચે ખેતરોમાં ચરતી હોય તેવો અનુભવ કરાવા માટે તેણે તેની આંખો પર વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગોગલ્સ લગાવી દીધા. જેના કારણે ગાયોને લાગ્યું કે તેઓ સૂર્યના ગરમ પ્રકાશમાં લીલા ગોચરમાં મુક્તપણે ચરી રહી છે.
ખેડૂતનું કહેવું છે કે તેને એક રિસર્ચથી ખબર પડી કે લીલોતરી અને બહારનો અવાજ ગાયોને ખુશ કરે છે અને તે વધુ દૂધ પણ આપે છે. ત્યારે જ તેને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સનો વિચાર આવ્યો. આ ફેરફારની ગાયો પર સકારાત્મક અસર થઈ અને તેઓનું દૂધ ઉત્પાદન (Milk production) 22 લિટરથી વધીને 27 લિટર પ્રતિ દિવસ થઈ ગયું.
કોકકના અનુસાર આમ તો વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા મનુષ્યો માટે છે. પરંતુ ગાયો આ વીઆર ચશ્મા પહેરી શકે તે માટે ક્રાસ્નોગોર્સ્ક ફાર્મના પશુચિકિત્સકો, સલાહકારો અને ડેવલપર્સએ તેમને ખાસ ડિઝાઇન કર્યા છે. ડેવલપર્સએ માત્ર ગાયના માથા અનુસાર જ નથી બનાવ્યું પરંતુ વીઆરને હેડસેટના સોફ્ટવેરમાં કલર પેલેટ પણ બદલ્યું છે. કારણ કે ગાયને લાલ કે લીલો રંગ દેખાતો નથી.
અહીં વીડિયો જુઓ
🐄🥛Aksaray’da besici İzzet Koçak, ineklerine sanal gerçeklik gözlüğü ile yeşil çayırları izleterek süt verimini artırmayı hedefliyor.
Koçak:
“İşletmemizdeki ineklerden günlük ortalama 22 litreden 27’ye yükseldi. Bu gözlükler hayvanlara duygusal anlamda iyi geliyor.” pic.twitter.com/AsEXDHAGTk
— Gündeme Dair Her Şey (@gundemedairhs) January 7, 2022
આ પણ વાંચો: Viral: વ્યક્તિએ સ્કૂટરમાં કરી ગજબની કારીગરી, લોકોને પસંદ આવ્યો આ દેશી જુગાડ
આ પણ વાંચો: Health : રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા આહારમાં આ પાંચ વસ્તુનો સમાવેશ જરૂર કરો