Govt Scheme : શુ તમે જાણો છો ? ફૂલ પાક વાવેતર માટે સરકારની છે ખાસ સહાય યોજના, જાણો વિગત
સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.
Govt has special support scheme for planting flower crops
Follow us on
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.
ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના
સરકાર દ્વારા ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના અમલમાં છે. આ યોજના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વાર અમલમાં છે. કૃષિ અને સહકાર વિભાગમાં આ યોજના એચ.આર.ટી –2, 3, 4, 9, 13,14ના નામે ઓળખાય છે. તમે જો દાંડી ફુલ, કંદ ફુલ અને છુટા ફૂલની ખેતી કરતા હોવ તો આ યોજનાનો લાભ લઈ શકો છો.