હવે ગાય અને ભેંસ પણ ખાશે ખાસ કેન્ડી ચોકલેટ, પોષક તત્વોથી ભરપૂર આ ચોકલેટથી દૂધના ઉત્પાદનમાં થશે વધારો

હવે ચોકલેટનો ક્રેઝ માત્ર સામાન્ય માણસો સુધી મર્યાદિત રહેશે નહીં. બાળકો અને વડીલો સાથે હવે પશુઓ પણ ચોકલેટ ખાઈ શકશે. નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટી, જબલપુરમાં એક ખાસ પ્રકારની કેન્ડી તૈયાર કરવામાં આવી છે.

હવે ગાય અને ભેંસ પણ ખાશે ખાસ કેન્ડી ચોકલેટ, પોષક તત્વોથી ભરપૂર આ ચોકલેટથી દૂધના ઉત્પાદનમાં થશે વધારો
Candy Chocolate
| Edited By: | Updated on: Oct 16, 2021 | 1:38 PM

હવે ટૂંક સમયમાં બજારમાં પશુઓ (Cattle) માટે પણ ચોકલેટ (Chocolate) ઉપલબ્ધ થશે. નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટી, જબલપુર, મધ્યપ્રદેશના નિષ્ણાતોએ એક ખાસ પ્રકારની કેન્ડી ચોકલેટ તૈયાર કરી છે જે ખાસ કરીને ગાય અને ભેંસ માટે ખૂબ ઉપયોગી થશે. આ ચોકલેટ ખાવામાં સ્વાદિષ્ટ તો હશે જ, પરંતુ તે પશુઓને તમામ પોષક તત્વો પણ આપશે.

ચોકલેટનું નામ- નર્મદા વિટા મિન લિક
હવે ચોકલેટનો ક્રેઝ માત્ર સામાન્ય માણસો સુધી મર્યાદિત રહેશે નહીં. બાળકો અને વડીલો સાથે હવે પશુઓ પણ ચોકલેટ ખાઈ શકશે. નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટી, જબલપુરમાં એક ખાસ પ્રકારની કેન્ડી તૈયાર કરવામાં આવી છે, જેને “નર્મદા વિટા મિન લિક” નામ આપવામાં આવ્યું છે.

આ ચોકલેટ સામાન્ય લોકોની ચોકલેટથી અલગ છે કારણ કે તેને ખાવાથી કોઈ નુકસાન થશે નહીં પરંતુ માત્ર ફાયદો થશે. સામાન્ય રીતે ચારાની અછતના સમયગાળા દરમિયાન અથવા તો જ્યારે ગાયને ખોરાક માટે તમામ જરૂરી ઘટકો મળતા નથી, તે સમયે ઘાસચારો સિવાય આ કેન્ડી તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે. તેમાં આયોડિન, ગોળ સહિતની ઘણી જરૂરી વસ્તુઓ ઉમેરવામાં આવી છે, જે પશુઓને ખાવા માટે મીઠી અને સ્વાદિષ્ટ હશે.

પશુઓ ચાટીને તેને ખાવા માટે સક્ષમ હશે અને એક કેન્ડી લગભગ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે. વૈજ્ઞાનિકો આ કેન્ડી ચોકલેટનું ટ્રાયલ કરી રહ્યા છે તેથી બજારમાં તે ક્યારે ઉપલબ્ધ થશે અને આ ચોકલેટની કિંમત કેટલી હશે તે અંગે હાલ આયોજન થઈ રહ્યુ છે.

પોષક તત્વોથી સમૃદ્ધ
વેટરનરી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સીતા પ્રસાદ તિવારીનું કહેવું છે કે તેમણે પશુઓ માટે ખાસ પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ તૈયાર કરવાની પશુ પોષણ વિભાગને જવાબદારી સોંપી હતી જેથી પશુઓને તમામ પોષક તત્વો વિપુલ પ્રમાણમાં મળી શકે. ટેક્નિકલ ભાષામાં નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ચોકલેટને ‘કેટલ ચોકલેટ’ કહેવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ કરાવાશે.

આ સાથે ગાય અથવા ભેંસના ખોરાકને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવી સરળ બનશે, સાથે દૂધનું ઉત્પાદન પણ વધશે. યુનિવર્સિટી ટૂંક સમયમાં ખેડૂતોને આ કેટલ ચોકલેટ ઉપલબ્ધ કરાવવા માટે સરકારને પત્ર લખવા જઈ રહી છે અને સરકારી મશીનરીના આધારે તે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : Mandi: રાજકોટના APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8350 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : બાગકામનો શોખ પૂરો કરવા માટે ઘરની અગાસી પર જ ખેતી શરૂ કરી, 10 વર્ષથી પરિવાર તેમાં ઉગાડેલા ફળો અને શાકભાજી ખાય છે

Published On - 12:33 pm, Sat, 16 October 21