PM Kisan Yojana: 10માં હપ્તા પહેલા ચેક કરો લીસ્ટમાં તમારૂ નામ, ન હોય તો આ નંબર પર કરો કોલ

|

Dec 18, 2021 | 8:43 AM

PM Kisan Yojana Helpline Number:પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ સમસ્યા માટે તમે કૉલ કરી શકો છો. કૉલ કર્યા પછી, તમારી સમસ્યા તો સાંભળવામાં આવશે જ, પરંતુ તમને ઓછામાં ઓછા સમયમાં ઉકેલ પણ આપવામાં આવશે.

PM Kisan Yojana: 10માં હપ્તા પહેલા ચેક કરો લીસ્ટમાં તમારૂ નામ, ન હોય તો આ નંબર પર કરો કોલ
Farmers (File Photo)

Follow us on

PM Kisan Yojana Latest Update: આવતા અઠવાડિયે કરોડો ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજના (PM Kisan Yojana 10th Installment)નો 10મો હપ્તો આવવા જઈ રહ્યો છે. યોજનાની અધિકૃત વેબસાઇટ (PM Kisan List)પર ઉપલબ્ધ યાદીમાં જે ખેડૂતોના નામ છે તેમના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે.

જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાં સામેલ ન થયું હોય અથવા દૂર કરવામાં આવ્યું હોય, તો તમે હેલ્પલાઈન નંબર (PM Kisan Helpline Number)ની મદદ લઈ શકો છો.

સૌ પ્રથમ, તમારે તપાસ કરવી જોઈએ કે તમે પીએમ કિસાન યોજના(PM Kisan Yojana)નો લાભ મેળવવા માટે પાત્ર છો કે નહીં. જો તમે બધી શરતો પૂરી કરો છો અને તેમ છતાં તમારું નામ યાદીમાં નથી, તો ગભરાવાની કોઈ વાત નથી. આવી સ્થિતિમાં મદદ કરવા માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ સમસ્યા માટે તમે 155261 અથવા 011-24300606 પર કૉલ કરી શકો છો. કૉલ કર્યા પછી, તમારી સમસ્યા તો સાંભળવામાં આવશે જ, પરંતુ તમને ઓછામાં ઓછા સમયમાં ઉકેલ પણ આપવામાં આવશે.

તમે આ રીતે પણ ફરિયાદ કરી શકો છો

જો નામ યાદીમાં ન હોય તો ખેડૂતો પાસે કોલ સિવાય અન્ય વિકલ્પો છે. તમે જિલ્લા અથવા રાજ્ય કૃષિ કાર્યાલયની મુલાકાત લઈ શકો છો અને સંબંધિત અધિકારીને મળી શકો છો અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય પીએમ કિસાનની વેબસાઈટ પર પણ ફરિયાદ કરવાની સુવિધા આપવામાં આવી છે. અહીં તમે તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને ફરિયાદ કરી શકો છો. ફરિયાદ પર લેવાયેલી કાર્યવાહીને ટ્રેક કરવાની સુવિધા પણ વેબસાઇટ પર આપવામાં આવી છે.

આ રીતે યાદી તપાસો

1: તમે તેને તમારા મોબાઈલથી પણ ચેક કરી શકો છો. આ માટે તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે.
2: વેબસાઈટની ઉપર જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર (Farmer’s Corner)આપવામાં આવ્યો છે, તેને ખોલો.
3: હવે તમારે લાભાર્થીની યાદી (Beneficiary List) પર ક્લિક કરવાનું રહેશે.
4: ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે. અહીં ડ્રોપડાઉનમાંથી રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
5: ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાથી, તમને તમારા ગામના તમામ ખેડૂતોની યાદી મળશે જેઓ લાભ મેળવવા માટે પાત્ર જણાયા છે.
6: અહીં તમે એ પણ ચેક કરી શકો છો કે તમને કેટલા હપ્તા ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Truecaller ની ગ્લોબલ સ્પામ રિપોર્ટમાં થયો ખુલાસો, ભારતમાં એક નંબરે વર્ષમાં કર્યા 202 મિલિયન સ્પામ કોલ

આ પણ વાંચો: Viral: એક સાથે ચાર ટાયર ઉપાડ્યા કુતરાએ, જુગાડ જોઈ લોકો બોલ્યા ગજબનો ભેજાબાજ

Published On - 8:41 am, Sat, 18 December 21

Next Article