કેન્દ્ર સરકારે જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો ! હવેથી જંતુનાશકોની હોમ ડિલિવરી માટે કંપનીઓને આપી મંજૂરી

|

Nov 29, 2022 | 1:18 PM

એક અહેવાલ અનુસાર આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના (farmers)હિતમાં લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો ! હવેથી જંતુનાશકોની હોમ ડિલિવરી માટે કંપનીઓને આપી મંજૂરી
ખેડૂત માટે ખુશખબર (ફાઇલ ફોટો)

Follow us on

કેન્દ્ર સરકારે ખેડૂતોને એક સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે ખેતરમાં વપરાતા જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને લઇને જંતુનાશકો હવે ઘરે બેઠા મળી રહેશે. આ માટે જંતુનાશક દવાઓ વેચતી કંપનીઓએ લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. આ સાથે દવાઓ બનાવતી કંપનીઓને લાયસન્સના નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત બનશે. આમ, હવે ખેડૂતોને જંતુનાશક દવાઓ ખરીદવા બજારમાં જવુ પડશે નહીં. અને, ખેડૂતો ઘર બેઠા ઓર્ડર કરીને દવાઓ મેળવી શકશે. ખેતીના સમાચાર અહીં વાંચો.

આ અંગે વધારે મળતી વધારે માહિતીઓ અનુસાર, કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા આ દવાઓના વેચાણ કરવાની મંજુરી આપી છે. આ જંતુનાશકોના વેચાણને કેન્દ્ર સરકારે કાયદાની રીતે મંજૂરી આપી છે. હવે કંપનીઓ કાયદેસર રીતે જંતુનાશકોનું વેચાણ કરી શકશે. નોંધનીય બાબત એ છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશકો વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે.

એક અહેવાલ અનુસાર આ માટે લાયસન્સની ચકાસણી કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીને આપવામાં આવી છે. આ મામલે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને હવે દવા લેવા જયાંને ત્યાં, દુકાને-દુકાને કે શહેરભરમાં રખડવું નહીં પડે. તેમજ આ કેન્દ્ર સરકારાના આ નવા નિયમને લઇને આગામી દિવસોમાં જંતુનાશક દવાઓના ભાવમાં પણ ફેરફાર થશે એટલે કે જંતુનાશક દવાઓ હજું સસ્તી થવાની સંભાવના બનશે. આ સાથે જંતુનાશક દવાઓની બજારમાં સ્પર્ધામાં પણ વધારો નોંધાશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતમાં દર વર્ષે હજારો હેક્ટરનો પાક જીવાતોને કારણે નાશ પામે છે. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જોકે આવી સ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર વળતરની પણ જાહેરાત કરે છે.

કૃષિ નિષ્ણાતોના મતાનુસાર, સોપારીના પાકને નુકસાન કરતા સૌથી સામાન્ય જંતુઓ મેલીબગ્સ, સ્કેલ અને સ્પાઈડર માઈટ છે. જો આ જંતુઓ બાબતે તાત્કાલિક કાળજી લેવામાં ન આવે તો, સોપારીનો છોડ સુકાઈ જાય છે. નોંધનીય છેકે ગઇકાલે જ પાક પર જંતુઓના પ્રકોપને રોકવા માટે  કર્ણાટકના મુખ્યમંત્રીએ રૂ. 10 કરોડની સબસિડીની રકમ જાહેર કરી હતી. જેથી ખેડૂતો જંતુનાશક રસાયણોનો છંટકાવ કરી શકે અને, ખેડૂતો પોતાના પાકને બચાવી શકે.

 

Published On - 1:18 pm, Tue, 29 November 22

Next Article