ભારત (Millets In India)બાજરાનું વૈશ્વિક બજાર બનવા તરફ અગ્રેસર છે. આ સાથે ભારત બાજરાનો સૌથી મોટો પાંચમો નિકાસકાર દેશ બની ગયો છે. ત્યારે ભારત સરકારે શનિવારે કહ્યું કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) એટલે કે કિસાન ઉત્પાદન સંગઠન વિશ્વમાં ભારતને બાજરા કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દુબઈ એક્સ્પો ઓન ફૂડ એગ્રીકલ્ચર એન્ડ લિવલીહુડ્સમાં આ મુદ્દાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ક્ષેત્રના નિષ્ણાતોએ ભારતીય ઉદ્યોગના મોટા દિગ્ગજો માટે દેશની નિકાસ ક્ષમતા વધારવા માટેની તકો અંગે ચર્ચા કરી હતી.
આ દરમિયાન કૃષિ મંત્રાલયના અધિક સચિવ અભિલાક્ષ લિખી(Abhilaksh Likhi)એ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે સ્ટાર્ટઅપ અને ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે કામ કરી રહ્યા છીએ જેથી માત્ર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જ જોડાણ નહીં પરંતુ બાજરાની મૂલ્ય શૃંખલાને વધારવા માટે એક સમાવેશી માળખું બનાવવામાં પણ મદદ કરવાનો આગ્રહ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2023ને બાજરાનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 (International Year of Millets 2023) જાહેર કર્યું છે. જેનો ઉદ્દેશ્ય અનાજના સ્વાસ્થ્ય લાભો અને બદલાતી હવામાન પરિસ્થિતિઓમાં તેની ખેતીની જરૂરિયાત અંગે જાગૃતિ વધારવાનો છે.
પીટીઆઈ અનુસાર, કૃષિ મંત્રાલયમાં સંયુક્ત સચિવ શુભા ઠાકુરે (Subha Thakur)કહ્યું કે બાજરાના આંતરરાષ્ટ્રીય વર્ષને ધ્યાનમાં રાખીને, અમે બાજરાના પોષક લાભો અને મૂલ્ય શૃંખલા પર પ્રકાશ પાડીને અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બાજરાના પોષણ સુરક્ષાના પાસાઓ પર વિસ્તૃત માહિતી આપતા, ન્યુટ્રીહબ(Nutrihub)ના સીઈઓ બી દયાકર રાવે જણાવ્યું હતું કે બાજરાના ઘણા ફાયદા છે. અહીં તે સ્થૂળતા અને કુપોષણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને હાઈ બ્લડ પ્રેશર, કોલોન કેન્સર અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે માનવ શરીરમાં હાજર ટ્રાઇગ્લિસરાઈડ્સને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે અનેક રોગો થાય છે.
તેમણે કહ્યું કે હવે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષની શરૂઆત સાથે, ભારત અન્ય દેશોની સાથે શ્રેષ્ઠ પ્રથાઓ અને વધુ સારી ટેકનોલોજી સાથે બાજરાના સેવનના ફાયદાઓ વિશે તેના અનુભવો વિશ્વ સમક્ષ લાવવા માટે તૈયાર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નૉલૉજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટના ડિરેક્ટર સી આનંદરામક્રિષ્નને બાજરાની વેલ્યુ ચેઇન વધારવા પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે અસંગઠિત ફૂડ પ્રોસેસિંગ સિસ્ટમ ઔપચારિક રીતે ખેડૂત ઉત્પાદક સંગઠન અને સ્વ-સહાય જૂથોને આપવાની જરૂર છે. તેમને ટેકનિકલ સપોર્ટ, ક્રેડિટ લિન્કેજ અને ખોરાકનો બગાડ ટાળવા માટે પૂરતી સંગ્રહ ક્ષમતા સુનિશ્ચિત કરનાર સહકારી મંડળીઓ પૂરી પાડવાની જરૂર છે.
આ પણ વાંચો: Google Photos ના આ ત્રણ શાનદાર ઓપ્શનથી મિનિટોમાં શેર કરી શકશો હાઈ ક્વાલિટી ફોટો-વીડિયો, જાણો આ સરળ રીત
આ પણ વાંચો: Organic Cotton: ઓર્ગેનિક કપાસનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 4 વર્ષમાં 423 ટકાનો વધારો
Published On - 11:47 am, Sun, 20 February 22