કચ્છની (Kutch) કેસર કેરી (Kesar keri) ખાવાના શોખીનો માટે આ વખતે માઠા સમાચાર છે. વધુ પડતી ગરમી અને પૂરતુ પાણી ન મળવાથી આ વખતે કચ્છની કેસર કેરીનું (mango) ઉત્પાદન ઘટશે તેવું ખેડૂતોનું (Farmers) માનવું છે. કચ્છમાં ગત વર્ષે 65,000 મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. જેની સરખામણીએ ઘણા વિસ્તારોમાં કેરીમાં ફુલ અને કેરીના ફળ પણ નાના લાગ્યા છે.
સ્વાદમાં મીઠી, લાંબો સમય ટકાઉ અને ગુણવત્તાયુક્ત કચ્છની કેસર કેરીની દર વર્ષે ભારત અને વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. તેમાંય ગુજરાતના અન્ય વિસ્તારમાં ઉત્પાદિત થતી કેરીની સીઝન પૂર્ણ થયા બાદ કચ્છની કેરી માર્કેટમાં આવે છે જેથી તેની ડિમાન્ડ વધુ છે. પરંતુ આ વખતે કચ્છમાં કેરીનું ઉત્પાદન નબળું જાય તેવી શક્યતા છે. શરૂઆતના સમયમાં કેરીના ઝાડ પર ફ્લાવરીંગ સારું આવ્યું હતું. પરંતુ અચાનક ગરમી પડતા ફ્લાવરીંગ ખરી પડ્યુ છે. તો પૂરતા પાણીના અભાવે પણ ઉત્પાદન ઓછું જાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. અત્યારથી નાની કેરીઓ ખરી વડવાની અનેક ખેડૂતોએ ફરીયાદ કરી છે. ખાસ કરીને ભુજ તાલુકામાં
કચ્છમાં નખત્રાણા,અંજાર, માંડવી અને ભુજ વિસ્તારમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર હતું. જેમાં થોડો વધારો થયો છે. તો ગત વર્ષે યોગ્ય ભાવ ન હતા. ત્યારે ખેડૂતોનો માલ પણ સારો ઉતર્યો હતો. અને 65,000 મેટ્રીક ટન ઉત્પાદન કેરીનું થયું હતું. પરંતુ ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ પણ કોઇ અનુમાન સુધી પહોંચી શક્યું નથી. અને કચ્છમાં ઉત્પાદન જળવાઇ રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે કેટલાક વિસ્તારમાં સારા ઉત્પાદનની આશા છે.
કચ્છમાં દર વર્ષે ખેડુતોની સારા કેરીના ઉત્પાદનની આશા પર વાતાવરણ પાણી ફેરવી નાંખે છે. છતાં પણ કચ્છની કેરીનું ઉત્પાદન જળવાઇ રહે છે, પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ નબળી ગુણવત્તા સાથે ઓછું ઉત્પાદન થાય તેવી ખેડૂતોને ચિંતા છે. જોકે ખેતીવાડી વિભાગ હજુ કેટલાક વિસ્તારોમાં સારા ઉત્પાદનની આશા રાખી રહ્યા છે, પરંતુ ખેડૂતોના મતે વધુ કિંમતે કચ્છની કેરીના શોખીનોને થોડું નિરાશ થવું પડશે.
આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો પારો યથાવત, મોટાભાગના શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર
Published On - 5:39 pm, Sun, 3 April 22