પાકના ઊંચા ભાવ અને સામાન્ય ચોમાસાને કારણે 2023માં કૃષિ GVAમાં 4 ટકાનો થઈ શકે છે વધારો – નીતિ આયોગ

|

Apr 18, 2022 | 3:17 PM

આ વર્ષના ચોમાસા (Monsoon) માટે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો આ ચોમાસું સામાન્ય થઈ જાય તો ભારત આ વર્ષે ઓછામાં ઓછા ત્રણ ટકાના કૃષિ વિકાસના વધુ સારા વર્ષની અપેક્ષા રાખી શકે છે.

પાકના ઊંચા ભાવ અને સામાન્ય ચોમાસાને કારણે 2023માં કૃષિ GVAમાં 4 ટકાનો થઈ શકે છે વધારો - નીતિ આયોગ
Agriculture GVA may increase (TV9)

Follow us on

દેશમાં ડીઝલ, પેટ્રોલ અને ખાતરની વધતી કિંમતોથી ખેડૂતો પરેશાન છે. જેના કારણે ખેતી પણ મોંઘી બની રહી છે. નીતિ આયોગ (NITI Aayog)ના સભ્ય રમેશ ચંદ્રએ પણ કહ્યું છે કે જો ખાતર (Fertilizers)અને ડીઝલના ભાવ મોંઘા થઈ રહ્યા છે તો ખેતી સસ્તી થઈ શકે તેવી અપેક્ષા રાખવી ગેરવાજબી છે. ખેતીના ભાવો વધશે જ. જો કે, રમેશ ચંદ્રએ આ નાણાકીય વર્ષમાં પણ કૃષિ માટે સારી આગાહી કરી છે. આ વર્ષના ચોમાસા (Monsoon 2022) માટે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો આ ચોમાસું સામાન્ય થઈ જાય તો ભારત આ વર્ષે ઓછામાં ઓછા ત્રણ ટકાના કૃષિ વિકાસના વધુ સારા વર્ષની અપેક્ષા રાખી શકે છે. આ સિવાય તેમણે ચીજવસ્તુઓના ઊંચા ભાવને પણ કારણ દર્શાવ્યું છે.

નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્રએ બિઝનેસલાઈન સાથે વાત કરતા કહ્યું કે સામાન્ય ચોમાસું ચોક્કસપણે કૃષિ માટે સારા સમાચાર છે. જો કે તે ત્રણ પાસાઓ પર આધાર રાખે છે. ચોમાસામાં વરસાદની માત્રા, ભૌગોલિક વિતરણ અને સમય. હાલમાં પ્રાપ્ત થયેલા અનુમાન મુજબ ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે, તેથી આપણે સામાન્ય કૃષિ વિકાસની અપેક્ષા રાખી શકીએ છીએ.

દેશ કૃષિના ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)માં ચાર ટકા વૃદ્ધિનું લક્ષ્ય હાંસલ કરી શકે છે તેવા સવાલ પર તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ત્રણ ટકાથી વધુ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. કૃષિ પેદાશોના ભાવ હજુ પણ ઊંચા છે, જે વૃદ્ધિ માટે સકારાત્મક પરિબળ છે. આ બે પરિબળો મળીને ચાર ટકાનો વધારો આપી શકે છે. જો આ લક્ષ્ય હાંસલ ન થાય તો તે 3-3.25 ટકા થઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સામાન્ય વરસાદનું ચોથું વર્ષ

ફિચ ગ્રૂપની ભારત સ્થિત કંપની રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે પંતે જણાવ્યું હતું કે સામાન્ય વરસાદનું આ સતત ચોથું વર્ષ હશે. જો સીઝનના દરેક મહિના દરમિયાન દેશભરમાં વિતરણ સામાન્ય પેટર્નની નજીક હોય જે આપણે ભૂતકાળમાં જોયું છે, તો કૃષિ ક્ષેત્રમાં GVAની વૃદ્ધિ 3-3.5 ટકા હોઈ શકે છે. પંતે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘઉં અને અન્ય કેટલીક કોમોડિટીના ભાવ પહેલેથી જ ઊંચા છે અને આશા છે કે નામમાત્ર GVA 7-8 ટકા વધશે. જો કિંમતો આગળ વધે તો આ વધારો 8 ટકાથી વધુ થઈ શકે છે.

થોડા સમય માટે મોંઘવારી વધશે

નીતિ આયોગના સભ્યએ ચીજવસ્તુઓના ઊંચા ભાવો અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કૃષિ કોમોડિટીના ભાવ નવા સંતુલન તરફ આગળ વધી રહ્યા છે. થોડા મહિનાઓ સુધી મોંઘવારી રહેશે અને તે પછી તે નીચે આવશે. તેઓએ કહ્યું કે, “જ્યારે ખાતર, ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે તમે અપેક્ષા રાખી શકતા નથી કે કૃષિની કિંમતો વધશે નહીં.

ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી IMDની આગાહી અનુસાર, ભારતમાં સામાન્ય વરસાદ થશે. ખાનગી હવામાન આગાહી કરનાર સ્કાયમેટે પણ એલપીએના 98 ટકા પર આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી કરી છે. LPA ના 96 ટકા અને 104 ટકા વચ્ચેના વરસાદને હવામાનશાસ્ત્રના દૃષ્ટિકોણથી ‘સામાન્ય’ ગણવામાં આવે છે.

આ પણ વાંચો: Animal Husbandry: ગાય અને ભેંસની એવી ઓલાદ જે વાર્ષિક 2200 થી 2600 લીટર સુધી આપે છે દૂધ

આ પણ વાંચો: Agriculture Technology: ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થઈ શકે છે સેંસર આધારિત સિંચાઈ પદ્ધતિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article