Agriculture Budget: ખેડૂતો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે કૃષિ બજેટ કરાશે તૈયાર

|

Jan 18, 2022 | 5:51 PM

અશોક ગેહલોત સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ જણાવે કે તેઓ ખેતીની સમૃદ્ધિ વિશે શું અનુભવે છે. તેમના સૂચનોના આધારે કૃષિ બજેટ તૈયાર કરવામાં આવશે.

Agriculture Budget: ખેડૂતો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે કૃષિ બજેટ કરાશે તૈયાર
Farmer (File Photo)

Follow us on

રાજસ્થાન (Rajasthan) માં અલગથી કૃષિ બજેટ (Agriculture Budget) ને લઈને સરકારની કવાયત ચાલી રહી છે. સરકાર ખેતી, પશુપાલન, મત્સ્યપાલન અને સહકારી સાથે સંકળાયેલા લોકો પાસેથી સ્થળે સ્થળે સલાહ લઈ રહી છે. રાજ્યના કૃષિ પ્રધાન લાલચંદ કટારિયાએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત અલગથી બનવા જઈ રહેલું કૃષિ બજેટ ખેડૂતો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે તૈયાર કરવામાં આવશે.

કટારિયા શનિવારે દુર્ગાપુરાના સ્ટેટ એગ્રીકલ્ચરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓડિટોરિયમમાં કૃષિ બજેટ પહેલાં જયપુર વિભાગ સ્તરની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. કૃષિ મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રીનો આશય હંમેશા ખેડૂતોના કલ્યાણનો રહ્યો છે. તેમણે અલગ કૃષિ બજેટની જાહેરાત કરીને રાજસ્થાનમાં કૃષિ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી છે.

જેનો સંદેશ આખા દેશમાં જશે. ખેડૂતો (Farmers)ને જણાવવા કહ્યું કે તેઓ ખેતીની સમૃદ્ધિ વિશે શું અનુભવે છે. તેમના સૂચનોના આધારે કૃષિ બજેટ તૈયાર કરવામાં આવશે. તેમણે ખેડૂતોને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે અને સરકાર પાસેથી તેમની શું અપેક્ષાઓ છે. સરકાર માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

એટલા માટે વાતચીત કરી રહી છે સરકાર

કટારિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમવાર રજુ થનાર કૃષિ બજેટ ખેડૂતો પાસેથી જમીની વાસ્તવિકતા જાણીને તેમના વ્યવહારુ અનુભવના આધારે તૈયાર કરવામાં આવશે, તે તેમની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આ સંબંધમાં, સરકાર પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, ડેરી યુનિયનોના અધિકારીઓ અને ખાદ્ય ઉત્પાદક જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહી છે.

ટપક સિંચાઈને કારણે હરિયાળી

કટારિયાએ ખેતીમાં પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક ટેકનોલોજી (Modern technology)અને નવીનતા અપનાવવા અને સરકારી યોજનાઓનો લાભ સામાન્ય ખેડૂતો સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ફાર્મ પાઉન્ડ અને ટપક સિંચાઈ (Drip irrigation)ના કારણે પાણીના અભાવે બંજર બની ગયેલી જમીન પર આજે હરિયાળી ખીલી છે. જણાવી દઈએ કે આ ફાર્મ પાઉન્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તળાવ ખોદવા માટે 90,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે.

ભરતપુર વિભાગમાં 14 ડિસેમ્બરે કૃષિ સંવાદ યોજાશે

કૃષિ વિભાગના કમિશનર ડો.ઓમ પ્રકાશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કૃષિ બજેટનું સ્વરૂપ નક્કી કરવા માટે વિભાગીય સ્તરે વાતચીત કરીને અને ઈ-મેઈલ અને પત્રો દ્વારા સૂચનો લેવામાં આવી રહ્યા છે. આ તમામ સૂચનો એકસાથે મૂકીને બજેટ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે અજમેર, બિકાનેર, જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં સંચાર કરવામાં આવ્યો છે.

ભરતપુર ડિવિઝનમાં સંવાદ 14 ડિસેમ્બરે યોજાશે. અંતે, કોટા વિભાગમાં વાતચીત કરવામાં આવશે. જેમાં રાજ્ય કક્ષાની બેઠક દરમિયાન ખેડૂતોએ ઉઠાવેલા પ્રશ્નો રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવશે.

આ પણ વાંચો: Viral: અક્ષય કુમારના હવે આ ગીત પર તાંઝાનિયાના યુવકે લિપસિંક કર્યું, લોકોએ કહ્યું awesome ભાઈ

આ પણ વાંચો: Technology: શું હોય છે Server અને કેવી રીતે કરે છે કામ ? જાણો અહીં સરળ શબ્દોમાં

Published On - 11:49 am, Sun, 12 December 21

Next Article