NANO DAP Price: 6 કરોડ નેનો યુરિયાની બોટલ થઈ તૈયાર, કિંમત હશે ઘણી ઓછી

|

Feb 19, 2023 | 11:24 PM

ખેતરમાં નેનો ખાતરના ઉપયોગને કારણે ખેડૂતો ઓછા ભાવે સારું ઉત્પાદન મેળવી શકશે. કેન્દ્ર સરકાર તેને યોગ્ય રીતે ખેડૂતોના હાથમાં આવે તે માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં, સરકારનું કહેવું છે કે ખૂબ જ ટૂંક સમયમાં ખેડૂતોને બજારમાં ઓછા ભાવે નેનો ખાતર ઉપલબ્ધ થશે.

NANO DAP Price: 6 કરોડ નેનો યુરિયાની બોટલ થઈ તૈયાર, કિંમત હશે ઘણી ઓછી
Nano DAP
Image Credit source: Google

Follow us on

ભારત સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ દેશના ખેડૂતોના હિત માટે સતત પગલાં લઈ રહી છે. જેથી ખેડૂતોને ખેતીને લગતી કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ માટે સરકાર ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર, બિયારણ અને ટેકનિકલ સાધનો આપવા માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે. આપને જણાવી દઈએ કે ખેડૂતો માટે પાકમાં ખાતરનું મહત્વ સૌથી વધુ છે. આ માટે સરકાર ખેતીમાં ખાતરની કિંમત ઘટાડવા માટે નેનો ખાતરનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કરી રહી છે.

આ  પણ વાંચો: કૃષિ યુનિવર્સિટીએ ડાંગરની નવી જાતની શોધ કરી, જે ખાવાથી કેન્સરનું જોખમ ઘટશે, ઉપજ પણ થશે બમણી

ખેતરમાં નેનો ખાતરના ઉપયોગને કારણે ખેડૂતો ઓછા ભાવે સારું ઉત્પાદન મેળવી શકશે. કેન્દ્ર સરકાર તેને યોગ્ય રીતે ખેડૂતોના હાથમાં આવે તે માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં, સરકારનું કહેવું છે કે ખૂબ જ ટૂંક સમયમાં ખેડૂતોને બજારમાં ઓછા ભાવે નેનો ખાતર ઉપલબ્ધ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

6 કરોડ બોટલ તૈયાર

ભારતીય બજારમાં નેનો ખાતર લાવવાના સમાચારો અંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ ખેડૂતોને નેનો ખાતર બજારમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે ખેતરમાં તેનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તીમાં અનેકગણો સુધારો થશે અને સાથે સાથે પાકની ઉપજની સંભાવના પણ વધશે. માંડવિયાએ એમ પણ જણાવ્યું કે દેશમાં વૈજ્ઞાનિકો દ્વારા લગભગ 6 કરોડ નેનો યુરિયાની બોટલો તૈયાર કરવામાં આવી છે અને હવે તેને બજારમાં લાવવાનું કામ ચાલી રહ્યું છે.

અડધી હશે Nano DAPની કિંમત

જ્યાં અત્યાર સુધી ખેડૂતોને DAP ખાતરની એક બોરી (ડીએપી ખાતરની એક થેલીની કિંમત) લગભગ 1350 રૂપિયામાં ખરીદવી પડે છે. ત્યારે નેનો ડીએપી બોટલ અડધી કિંમતે બજારમાં ઉપલબ્ધ થશે. કહેવામાં આવી રહ્યું છે કે નેનો ડીએપી ખાતરની એક બોટલની કિંમત 600થી 700 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ 500 ml નેનો DAP ની બોટલ હશે. તેના આવવાથી ખેડૂતો પર ખાતરના વધતા ભાવનો બોજ પણ ઓછો થશે.

ખેડૂતોને નેનો યુરિયા ખાતર કેટલું ઉપયોગી ?

ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઈન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લિમિટેડ (IFFCO) એ વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. 31 મે 2021ના રોજ ઈફકોની 50મી સાધારણ સભાની બેઠકમાં નેનો યુરીયા લીક્વીડ ખાતર લોન્ચ કરવામાં આવ્યું હતુ. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.

Next Article