Desi Jugaad: ખેતર ખેડવા શખ્સે અપનાવ્યો ગજબનો જુગાડ, મોટરસાઇકલમાં હળનો આઈડિયા લોકોને પસંદ આવ્યો

|

May 19, 2022 | 2:27 PM

જુગાડ(Jugaad Video)ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. જ્યારે કોઈ કાર્ય મુશ્કેલ અથવા અશક્ય હોય છે, ત્યારે લોકો આ જુગાડ એટલે કે કળાનો ઉપયોગ કરીને તેમના કાર્યને સરળ અને શક્ય બનાવે છે.

Desi Jugaad: ખેતર ખેડવા શખ્સે અપનાવ્યો ગજબનો જુગાડ, મોટરસાઇકલમાં હળનો આઈડિયા લોકોને પસંદ આવ્યો
Desi Amazing Jugaad
Image Credit source: Instagram

Follow us on

ઈન્ટરનેટ એક એવી દુનિયા છે જ્યાં તમામ પ્રકારના વીડિયો ભરેલા છે, પછી તે ફની વીડિયો(Funny Video) હોય કે જુગાડનો વીડિયો(Jugaad Video). જુગાડના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. તમે જુગાડને એક પ્રકારની કળા પણ કહી શકો છો, કારણ કે જ્યારે કોઈ કાર્ય મુશ્કેલ અથવા અશક્ય હોય છે, ત્યારે લોકો આ જુગાડ એટલે કે કળાનો ઉપયોગ કરીને તેમના કાર્યને સરળ અને શક્ય બનાવે છે. ક્યારેક જુગાડથી એવા કામ કરે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. જેમ કે આ જુગાડ વીડિયો જોઈ લો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક માણસે ખેતીના કામ માટે જુગાડ અપનાવ્યો છે અને પોતાનું કામ સરળ અને ઓછી મહેનતે કરવા માટે બાઇકની પાછળ ચવડું લગાવી દીધું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ બાઈકની મદદથી ખેડ કરી રહ્યો છે. જેમા તે બાઈકની સીટ પર બેસીને તે બાઇક સ્ટાર્ટ કરે છે અને પોતાના ખેતરમાં ખેડાણ કરવા લાગે છે. આ જુગાડથી ખેડવામાં બહુ મહેનત પડશે નહીં અને ન તો વધારે સમય લાગશે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

ખેતીનો આ જુગાડ લોકોને પસંદ આવી રહ્યો છે. આ જુગાડ બનાવનાર વ્યક્તિના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને techzexpress નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને ખેતર ખેડવાની સૌથી સરળ રીત જણાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો મોટરસાયકલમાંથી નીકળતા ધુમાડાથી પરેશાન છે અને તેને નકામી શોધ ગણાવી રહ્યા છે.

Next Article