ઘઉં બાદ હવે ખાંડની નિકાસ ઉપર કેન્દ્ર સરકારે લગાવી બ્રેક, મોંઘવારી ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હેઠળ 1 જૂનથી નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો

|

May 25, 2022 | 7:46 AM

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે 'ખાંડની નિકાસ (કાચી, શુદ્ધ અને સફેદ ખાંડ)ને 1 જૂન, 2022થી પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવી છે. જોકે ડીજીએફટીએ જણાવ્યું હતું કે CXL અને TRQ  હેઠળ યુરોપિયન યુનિયન અને યુએસમાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં.

ઘઉં બાદ હવે ખાંડની નિકાસ ઉપર કેન્દ્ર સરકારે લગાવી બ્રેક, મોંઘવારી ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હેઠળ 1 જૂનથી નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો
ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયો

Follow us on

કેન્દ્ર સરકારે(Central Government)  મંગળવારે ઘઉં બાદ ખાંડ પર મોટો નિર્ણય લીધો છે. સરકારે 1 જૂનથી ખાંડની નિકાસ(Sugar Exports) પર પ્રતિબંધ મૂક્યો હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયે(Ministry of Consumer Affairs) આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં ખાંડની સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે કેન્દ્ર સરકારે 1 જૂન 2022 થી નવી સૂચના સુધી ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે.  મંત્રાલયે કહ્યું કે સરકાર 100 લાખ મેટ્રિક ટન સુધીની ખાંડની નિકાસને મંજૂરી આપશે. જણાવી દઈએ કે વધતી મોંઘવારી અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધ્યા બાદ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ‘ખાંડની નિકાસ (કાચી, શુદ્ધ અને સફેદ ખાંડ)ને 1 જૂન, 2022થી પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવી છે. જોકે ડીજીએફટીએ જણાવ્યું હતું કે CXL અને TRQ  હેઠળ યુરોપિયન યુનિયન અને યુએસમાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. આ પ્રદેશોમાં CXL અને TRQ હેઠળ ચોક્કસ માત્રામાં ખાંડની નિકાસ કરવામાં આવે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

સરકાર 100 લાખ મેટ્રિક ટન સુધી ખાંડની નિકાસને મંજૂરી આપશે

ડીજીએફટી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 1 જૂન, 2022 થી 31 ઓક્ટોબર, 2022 સુધી અથવા આગળના આદેશો સુધી જે વહેલું હોય ખાંડની નિકાસને ખાંડ નિર્દેશાલય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની ચોક્કસ પરવાનગી સાથે મંજૂરી આપવામાં આવશે. સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે સરકારે ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન 100 LMT (લાખ મેટ્રિક ટન) સુધીની ખાંડની નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

આ વર્ષે 90 લાખ ટન ખાંડની નિકાસનો અંદાજ હતો

તમને જણાવી દઈએ કે આ વર્ષે 90 લાખ ટન ખાંડની નિકાસ થવાનો અંદાજ હતો. વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને બ્રાઝિલ પછી બીજા નંબરના સૌથી મોટા નિકાસકાર ભારતે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા વર્તમાન માર્કેટિંગ વર્ષમાં 8.5 મિલિયન ટન ખાંડની નિકાસ કરી હતી. ગયા વર્ષે 71.91 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી.  સરકારે ભાવ વધારા ઉપર નિયંત્ર મેળવવા આ નિર્ણય લીધો છે.

Published On - 7:46 am, Wed, 25 May 22

Next Article