મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન, આ લોકોને પણ મળશે લાભ

|

Nov 15, 2021 | 5:19 PM

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તેની શરૂઆત કરશે. આ અભિયાનના માધ્યમથી દૂધ સંઘો સાથે સંકળાયેલા તમામ લાયક પશુપાલકોને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે, જેમને હજુ સુધી પ્રથમ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા નથી.

મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન, આ લોકોને પણ મળશે લાભ
Kisan Credit Card (File Photo)

Follow us on

માત્ર 20 મહીનામાં જ 2.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) બનાવાના લક્ષ્યને પૂરો કર્યા બાદ હવે સરકાર મત્સ્ય પાલન (Fisheries) તેમજ પશુપાલન (Animal Husbandry) ક્ષેત્રમાં પણ તેના માટે રાષ્ટ્રીય અભિયાન ચલાવા જઈ રહી છે. આજે રાષ્ટ્રવ્યાપી એએચડીએફ કેસીસી અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તેની શરૂઆત કરશે. આ અભિયાનના માધ્યમથી દૂધ સંઘો સાથે સંકળાયેલા તમામ લાયક પશુપાલકોને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે, જેમને હજુ સુધી પ્રથમ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા નથી.

આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશના તમામ પાત્ર પશુપાલકો અને મત્સ્ય ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પહોંચાડવાનો છે. આ અભિયાન 15 નવેમ્બર 2021 થી 15 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. જે અંતર્ગત તે તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ પશુપાલન, બકરી, ડુક્કર, મરઘાં ઉછેર જેવી વિવિધ પશુપાલન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેવી જ રીતે માછીમારોને પણ ધિરાણની સુવિધા આપવામાં આવશે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

પશુપાલન અને માછીમારી માટે કેટલી લોન ઉપલબ્ધ છે ?

વાસ્તવમાં, અગાઉ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા માત્ર ખેડૂતો માટે જ ઉપલબ્ધ હતી. પરંતુ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી સંબંધિત ક્ષેત્રોના લોકોને ધિરાણની સુવિધા પણ આપવી જોઈએ. પછી તે મત્સ્યોદ્યોગ (Fisheries) અને પશુપાલન (Animal Husbandry) માટે પણ વિસ્તારવામાં આવ્યું. પરંતુ આ બે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને ખેડૂતો કરતા ઓછા પૈસા મળે છે. KCC (Kisan Credit Card) પર ખેતી માટે 3 લાખ રૂપિયાની સસ્તી લોન ઉપલબ્ધ છે. જ્યારે પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે માત્ર 2 લાખ છે.

સરકારે કામ સરળ બનાવ્યું

KCC બનાવવા માટે અગાઉ અરજદારોએ પોતાના ત્રણ-ચાર હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા. આ પૈસા પ્રોસેસિંગ ફી, ઇન્સ્પેક્શન અને લેજર ફોલિયો ચાર્જિસના રૂપમાં ચૂકવવાના હતા. પરંતુ હવે સરકારે તેને નાબૂદ કરી દીધો છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું પડશે કે તેની માફી ફક્ત 3 લાખ રૂપિયા સુધીનું કાર્ડ બનાવવા માટે જ ઉપલબ્ધ છે. પશુપાલન અને માછીમારી માટે લોન લેનારાઓ આ કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

ટાર્ગેટનો કેટલો ખર્ચ થયો

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 16.5 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન (Agri Loan)નું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જણાવવામાં આવ્યું છે કે તેમાંથી ખેડૂતોને 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સહિત તમામ ખેડૂતો સુધી KCC પહોંચાડવા માટે ફેબ્રુઆરી 2020 ના છેલ્લા દિવસે એક અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત 2.51 કરોડથી વધુ KCC જારી કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: દાડમના સારા ભાવની ખેડૂતોને આશા, ઓછા ભાવમાં વેચાણને બદલે ખેડૂતોએ સંગ્રહને આપી પ્રાથમિકતા

 

આ પણ વાંચો: મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, ઘરમાં જ મશરૂમની ખેતી કરી આ મહિલા બની આત્મનિર્ભર

Next Article