ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને બજારમાં કપાસની ઘણી માંગ છે. જેના કારણે વેપારીઓ ખેડૂતો પાસેથી મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. ભારે માંગ અને વધતા દરે ખેડૂતોને દિવાળી પર ખુશ કર્યા છે. એક અનુમાન છે કે આગામી થોડા દિવસોમાં કપાસનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે.
નીચા ઉત્પાદન અને વધતી માંગ વચ્ચે કપાસની ખરીદી માટે વેપારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય તેવો આ પ્રથમવાર છે. ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ મુજબ કેટલાક દિવસોથી એવું જોવામાં આવી રહ્યું છે કે ખાનગી કપાસના વેપારીઓ સોશિયલ મીડિયા પર 8,300થી 8,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ આપવા તૈયારી બતાવી રહ્યા છે.
નિરીક્ષકો કહે છે કે આ એક નવો ટ્રેન્ડ છે જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી કપાસ ખરીદવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ એક સારી શરૂઆત છે અને ખેડૂતોને તેનો ફાયદો મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી માંગ છે, પરંતુ આ વખતે ઉત્પાદન અપેક્ષા મુજબ થયું નથી. ખાનગી કપાસના વેપારીઓ કપાસ ખરીદવા માટે એકબીજાની વચ્ચે હરીફાઈ કરી રહ્યા છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ઓછા ઉપજને કારણે ખાનગી કપાસના વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી રહ્યા છે.
ગુજરાતમાં પણ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે, જેમાં મણના 1200થી 1700 સુધીનો ભાવ મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 9,000 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. જ્યારે કપાસની MSP 6,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. લઘુત્તમ ટેકાના ભાવ કરતા આટલા વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે વરસાદના કારણે પાકને અસર થઈ છે અને તેની અસર ઉપજ પર પણ પડી છે. હવે સારી કિંમત મળવાથી તેની ભરપાઈ થઈ રહી છે. બીજી તરફ ભાવ વધારાના સમાચારથી ખેડૂતો ચોંકી ઉઠ્યા છે. તેઓએ હવે સ્ટોક રાખવાનું શરૂ કર્યું છે. એવી અપેક્ષા છે કે આવનારા થોડા દિવસોમાં કિંમત 10,000 અથવા તેનાથી પણ ઉપર જઈ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતો હવે વધુ નફાની લાલચમાં પાક અટકાવી રહ્યા છે.
આ પણ વાંચો: COP26 ગ્લોબલ ક્લાઈમેન્ટ સમિટમાં વડાપ્રધાને કહ્યું ‘જળવાયું પરિવર્તન કૃષિ ક્ષેત્ર માટે પડકાર’
આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ બટેટા, ચણા અને ટામેટાની ખેતીને લઈ ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા
Published On - 7:25 pm, Wed, 3 November 21